NIFTY 10,352.90 +2.75  |  SENSEX 33,409.13 +38.37  |  USD 65.0675 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • કેનેડા ફરવા ગયેલા ગુજરાતીનું મોત ,  ડ્રાઈવરની ધરપકડ

કેનેડા ફરવા ગયેલા ગુજરાતીનું મોત ,  ડ્રાઈવરની ધરપકડ

 | 9:31 am IST

 

કેનેડા ફરવા માટે ગયેલા ગુજરાતી પટેલનું કાર અકસ્માતમાં મોત નિપજ્યું છે. મિસિસાગુઆમાં કેલેડોનના એક શખ્સે બેફામ ડ્રાઈવિંગ કરતાં બે વાહન ટકરાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ડ્રાઈવરને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે એક જીપ ચેરૃકી અને ટોયોટા સિએના વચ્ચે ટોરબ્રામ અને રેના રોડ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાતી હર્ષદ રાય પટેલ ટોયોટો કારમાં સવાર હતા. જેમને ઈજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અન્ય મુસાફરો તથા ડ્રાઈવરે ઈજાઓ પહોંચી હતી. જીવલેણ અકસ્માત સર્જનાર કેલેડોનના જસ્ટિન એડવિન નામના યુવાન ઉપર બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જી નિર્દોષની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ, નશો કરીને ડ્રાઈવિંગ કરવાનો અને ગુનાહિત બેદરકારી, હીટ એન્ડ રનના કેસ જેવા આરોપો પણ લગાવવામાં આવ્યા છે.

કેલિર્ફોિનયામાં અકસ્માતમાં નવસારીના યુવકનું મોત

અમેરિકાના કેલિર્ફોિનયામાં રહેતા મૂળ ગુજરાતના નવસારીના હિરલ પટેલના યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ૩૪ ર્વિષય હિરલ પોતાની કાર લઈને એર્િલગ્ટન એવન્યુ પરથી આવી રહ્યા હતા ત્યારે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી અને ત્યારબાદ દીવાલ અને લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં હિરલને જીવલેણ ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.