Gujarati Man In Iran from Coroner affected 195 Indians returned home
  • Home
  • Featured
  • વિદેશોમાં વસતા ભારતીયો પર કોરોના વાયરસે કહેર વરસાવ્યો, જાણો કયા દેશમાં કેટલા ઈન્ડિયન ઇન્ફેક્ટેડ

વિદેશોમાં વસતા ભારતીયો પર કોરોના વાયરસે કહેર વરસાવ્યો, જાણો કયા દેશમાં કેટલા ઈન્ડિયન ઇન્ફેક્ટેડ

 | 7:40 am IST

ભારત દ્વારા ઈરાનમાં ફસાયેલા અને કોરોનાનો ચેપ ધરાવતા ૧૯૫ લોકોને વિશેષ વિમાન દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. આ લોકોને જેસલમેર ખાતે આર્મી ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે.

ભારતીય વિદેશમંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે,  વિદેશોમાં ૨૭૬ ભારતીયોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે  જેમાં ૨૫૫ ઇરાન, ૧૨ યુએઇ અને પાંચ ઇટાલીમાં છે. લોકસભામાં  એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને  જણાવ્યું હતું કે, હોંગકોંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક  એક ભારતીયના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે.

ઇરાનમાં ફસાયેલા મોટી સંખ્યામાં ભારતીયોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલો મધ્યે બુધવારે ઇરાનમાં ફસાયેલા લદ્દાખના યાત્રાળુઓએ દાવો કર્યો છે કે ઇરાનમાં ફસાયેલા ૨૬૦ ભારતીયોના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ફિલિપાઇન્સની સરકારે ભારતીયોને દેશ છોડવાનો આદેશ આપતાં ૧૦૦ કરતાં વધુ વિદ્યાર્થી ફસાયા

ફિલિપાઇન્સમાં સરકારે ભારતીયોને ૭૨ કલાકમાં દેશ છોડી જવાનો આદેશ આપતાં મેડિકલ અને ઇજનેરીના અભ્યાસ માટે ગયેલા ભારતના ૧૦૦ કરતાં વધુ વિદ્યાર્થી મનીલા એરપોર્ટ પર ફસાઇ ગયા છે. ઇન્દોરની અન્વિતા વર્માએ જણાવ્યું હતું કે, અમે ગમે તેમ કરીને ફ્લાઇટની ટિકિટ બુક કરાવીને એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી હતી. અમે અહીં ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ પરંતુ કોઇ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એરપોર્ટનો સ્ટાફ અમને પોલીસને સોંપી દેવાની ધમકી આપી રહ્યો છે. સરકાર અમને અહીંથી બહાર કાઢવાનો ઝડપથી પ્રયાસ કરે.

કયા દેશમાં કેટલા ભારતીય ઇન્ફેક્ટેડ

૨૭૬      કુલ

૨૫૫      ઇરાન

૧૨         યુએઇ

૦૫         ઇટાલી

૦૧         હોંગકોંગ

૦૧         કુવૈત

૦૧         રવાન્ડા

૦૧         શ્રીલંકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન