gujarati-man-killed-in-america-during-robbery
  • Home
  • Baroda
  • USમાં વધુ એક ગુજરાતીનો ભોગ લેવાયો, લૂંટના ઇરાદે યુવક પર ફાયરિંગ

USમાં વધુ એક ગુજરાતીનો ભોગ લેવાયો, લૂંટના ઇરાદે યુવક પર ફાયરિંગ

 | 5:13 pm IST

અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓની હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે પણ વધુ એક ઘટના સામે આવી હતી. અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટામાં ગ્રોસરી સ્ટોરમાં કામ કરતો મૂળ મહેસાણાના કૈયલ ગામના વતની અલ્પેશ પ્રજાપતિને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, બે શંકાસ્પદ લૂંટારાઓએ લૂંટના ઇરાદે અલ્પેશભાઇની ગત વહેલી સવારે ગોળી મારીને હત્યા કરી હતી. અજાણ્યા હુમલાખોરો દ્વારા લૂંટના ઇરાદે ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં હોય તે સ્થાનીય અમેરિકી ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

લૂંટના ઈરાદે આવેલા બે શખ્સ દ્વારા અંધાધુન ફાયરિંગ કરીને અલ્પેશને માથામાં ગોળી મારી હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ અલ્પેશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

અગાઉ વડોદરાના અને અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા મૂળ વડોદરાના હરિકૃષ્ણ મિસ્ત્રીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.