Gujarati Movies Hellaro Beautiful pics of actress shraddha dangar
  • Home
  • Photo Gallery
  • રૂપરૂપનો અંબાર આ ગુજરાતી એક્ટ્રેસે રાજ્યને અપાવી નવી ઓળખ, દીપિકાને ખવડાવે છે ઢોકળા

રૂપરૂપનો અંબાર આ ગુજરાતી એક્ટ્રેસે રાજ્યને અપાવી નવી ઓળખ, દીપિકાને ખવડાવે છે ઢોકળા

 | 7:32 pm IST

હેલ્લારોની 13 અભિનેત્રીઓ- શ્રદ્ધા ડાંગર, શચિ જોષી, ડેનિસા, નીલમ પાંચાલ, તર્જની વૃંદા, તેજલ પંચસારા, કૌસંબી ભટ્ટ, એકતા, કામિની પાંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ તથા પ્રાપ્તિ મહેતાને 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ એનાયત થયો હતો.

ગત વર્ષે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર આપ્યો અને ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો હતો. ફિલ્મ હેલ્લારો દેશ-વિદેશમા ખુબ ચર્ચામાં રહી હતી. ત્યાં જ આ ફિલ્મમાં કામ કરનારી 13 એક્ટ્રેસ પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. આજે અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની (ફિલ્મ હેલ્લારોની મંજરી). થોડા સમય પહેલા ગુજરતી ફિલ્મ એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગરે તમ્મના ભાટિયા સાથે મુલાકાત કરી હતી. અને પોતાના સોશીયલ મીડિયા હેન્ડલ પર બંને તસ્વીર શેર કરી હતી. તમન્નાં ભાટિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે, “મુલાકાત ઘણી મનોરંજક અને હાસ્યથી ભરપુર રહી”.

ત્યાં જ બોલિવૂડની દીગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ દીપિકા પાદુકોણે પણ શ્રદ્ધા સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતી એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર સાથે તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ‘યાદ છે….સફેદ ઢોકળા, પીળા નહિ’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન