A Gujarati shot dead in the United States
  • Home
  • Baroda
  • અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા

 | 9:50 pm IST

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નજીવા કાર અકસ્માતમાં બોલાચાલી બાદ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મૂળ વડોદરાના બિઝનેસમેન કૈલાશ બનાનીની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

25 વર્ષથી કૈલાશ બનાની અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમજ અમેરિકાના વર્જિન આયલેન્ડમાં કૈલાશનો જવેલરી સ્ટોર છે. ઘટનામાં ટ્રાફિક સિગ્નલ પર કાર અકસ્માત બાદ બોલાચાલી થઈ હતી.

જેમાં અજાણ્યા કાર ચાલકે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. જેમાં કૈલાશભાઇને ગોળી વાગતા તેમનું મોત થયું હતુ. અમેરિકામાં રહેતા કૈલાશના મોતના સમાચાર ગુજરાતના વડોદરામાં રહેતા તેમના ભાઈ સહિત પરિવારને મળતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન