Gujarati Singer Kinjal Dave Speak On #MeToo
  • Home
  • Featured
  • #MeToo અંગે દાંડિયા ક્વીન કિંજલ દવે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે….

#MeToo અંગે દાંડિયા ક્વીન કિંજલ દવે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે….

 | 2:28 pm IST

#MeToo મુવમેન્ટની અંતર્ગત બોલિવુડ, રાજકારણ, અને મીડિયાના કેટલાંય દિગ્ગજો પર સેક્સુઅલ હરેસમેન્ટના આરોપ લાગ્યા છે. #MeTooએ ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે નવરાત્રીના તહેવારમાં સૌથી વધુ બોલબાલા જેની રહેતી હોય છે તે દાંડિયા ક્વીન કિંજલ દવેએ પણ #MeTooને સમર્થન આપ્યું છે.

ગુજરાતની સ્ટાર્સ સિંગર કિંજલ દવે એ #MeToo કેમ્પેઇનને લઇ કહ્યું કે મહિલાઓએ પોતાની વ્યથા આગળ આવીને વર્ણવી જોઇએ. મહિલાઓને આ બાબતે ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે. કિંજલ દવે એ ઘટસ્ફોટ કર્યો કે મારી બહેનપણી સાથે પણ આવી ઘટના બની હતી.

#MeToo ઝુંબેશને સમગ્ર વિશ્વમાં ટેકો
MeToo ઝુંબેશે સમગ્ર વિશ્વભરની મહિલાઓને યૌન હિંસા પર પ્રકાશ ફેંકવાની તાકાત પૂરી પાડે છે. એટલુ જ નહી પરંતુ #MeToo ઝુંબેશે મહિલાઓને એકબીજાને ટેકો આપવાની, સશક્ત બનાવવાની તથા સામાન્ય રીતે કદી પણ બહાર ન આવતી વાતો વિશે જાહેરમાં બોલવાની તક આપી છે. ઘણા લાંબા સમયથી ભારતના પરંપરાગત સમાજમાં મહિલાઓને કદી પણ પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. જોકે સમયાનુસાર મહિલાઓ અને પુરુષો અને તેમની ભૂમિકાઓ ધરમૂળથી બદલાઈ છે અને #MeToo ઝુંબેશે તેમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

#MeToo ઝુંબેશ શું છે?
મહિલાઓના યૌન ઉત્પીડન અને જાતીય સતામણીને વાચા આપવા 2006માં અમેરિકી સામાજિક કાર્યકર તરાના બર્ક દ્વારા સોશિયલ મીડિયા ટ્વિટર પર #MeToo movement શરૂ કરાઇ હતી. હોલિવૂડના સ્ટાર હાર્વે વિન્સ્ટન પર જાતીય શોષણના આરોપો મુકાયા બાદ નોકરીઓમાં મહિલાઓના શોષણ સામે અવાજ ઉઠાવતું આ અભિયાન ઓક્ટોબર 2017માં જોરદાર વાઇરલ થયું હતું. અમેરિકી અભિનેત્રી એલિશા મિલાનોએ 2017માં ટ્વિટ કરીને યૌન ઉત્પીડનની પીડિતાઓને પોતાની આપવીતી રજૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ આ મૂવમેન્ટ સમગ્ર વિશ્વમાં આગની જેમ પ્રસરી હતી અને મહિલાઓએ ડર્યા વિના પોતાના પર વીતેલી વિતકકથાઓ રજૂ કરી હતી.