બ્રિટનમાં એક ગુજરાતી મહિલાની લાશ સૂટકેસમાંથી મળી - Sandesh
  • Home
  • Gujarat
  • બ્રિટનમાં એક ગુજરાતી મહિલાની લાશ સૂટકેસમાંથી મળી

બ્રિટનમાં એક ગુજરાતી મહિલાની લાશ સૂટકેસમાંથી મળી

 | 4:01 pm IST

બ્રિટનમાં એક ગુજરાતી મહિલાનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવતા ચકચાર મળી છે. 46 વર્ષની કિરણ ડોડીયા નામની મહિલાનો મૃતદેહ ભરેલી બેગ બ્રિટનના લીસેસ્ટરશાયરની ક્રોમર સ્ટ્રીટમાંથી મળી આવી હતી. આ વાત વાયુવેગે પ્રસરી હતી. આ હત્યામાં પોલીસે તેના પૂર્વ પતિની ધરપકડ કરી છે.

લીસેસ્ટરશાયરની ક્રોમર સ્ટ્રીટમાંથી એક સૂટકેસ મળી આવી હતી. તપાસ કરતા તેમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ મૃતદેહ કિરણ ડોડીયા નામની ગુજરાતી મહિલાનો હોવાનું ખૂલ્યું હતું. 46 વર્ષની આ મહિલા નેક્સ્ટ કોલ સેન્ટરમાં જોબ કરતી હતી. પોલીસે હત્યા મામલે તેના પૂર્વ પતિ અશ્વિનની ધરપકડ કરી છે. અશ્વિન અને કિરણના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા, અને 2015માં જ બંનેએ ડિવોર્સ લીધા હતા. તેથી પોલીસ આ હત્યા પાછળ અશ્વિનનો હાથ છે કે નહિ તે તપાસી રહી છે. સાથે જ પોલીસે ક્રોમર સ્ટ્રીટને સીલ કરીને સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમને ઘટના સ્થળેથી મહત્વની કડીઓ મળી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ એવા સાક્ષીની તપાસ કરી રહી છે, જેણે આરોપીને સુટકેસ ફેંકતા જોયો હોય.

કિરણ અને અશ્વિનને સંતાનમાં બે દીકરા હતા. પોલીસે બંનેના નિવેદનો પણ લીધા છે. સાથે જ પોલીસે તેના કોલ સેન્ટર પરથી પણ માહિતી મેળવી છે, જેથી તેઓ હત્યાનુ પગેરુ શોધી શકે. તેમજ કિરણ જ્યાં રહેતી હતી તેના પાડોશીઓ સાથે પણ વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન