ગુજરાતમાં એક દિવસ ફરવાની મઝા માણવી હોય તો આ છે ઉત્તમ ધોધ - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં એક દિવસ ફરવાની મઝા માણવી હોય તો આ છે ઉત્તમ ધોધ

ગુજરાતમાં એક દિવસ ફરવાની મઝા માણવી હોય તો આ છે ઉત્તમ ધોધ

 | 3:43 pm IST

ગુજરાતમાં જો વરસાદ પડી ગયા પછી ક્યાંક કુદરતી સૌંદર્ય માણવા જવું હોય તો સરદાર સરોવર પાસેનો નિનાઈ ધોધ સરસ સ્થળ છે.  સરદાર ડેમની બાજુમાં માત્ર 6 કિલોમીટર ઝરવાણી ધોધ અને નજીકમાં નિનાઈ ધોધ આવેલો છે. સુદરતી સુંદરતાથી ભારોભાર નિનાઈ ધોધ જોવા પ્રવાસીઓનો ધસારો વધતો જ જાય છે.

ninai dhodh

ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો. જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તાર આવેલો છે. સાતપુડા અને વિધ્યાનચલની ગિરીમાળાઓમાં ચોમાસાની ઋતુ સોળે કળાએ ખીલી ઉઠે છે. ઝરવાણી ધોધ અને ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 150 ફૂટ ઉંચેથી નીચે પડતો જળધોધ સુંદરતામાં વધારો કરે છે. જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે. આ ચોમાસાની ઋતુમાં આ ધોધ જોવા દેશવિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે અને આ મનમોહક સુંદરતાને માણે છે.
ninai 2
નર્મદાના ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલ આ સ્થળે પહોંચવા માટે પાકા રસ્તા નથી છતાંય પ્રવાસીઓનો ઘસારો રહે છે. સરદાર સરોવર નર્મદા બંધ ને કારણે નર્મદા જીલ્લ્લો પ્રવાસન ધામ તરીકે પ્રખ્યાત થયો છે. વળી ચોમાસામાં ઓવેરફ્લો નર્મદા ડેમ જોવો એ પ્રવાસીઓ માટે એક આકર્ષણ કહેવાય છે. 124 મિટરની લંબાઈમાંથી પડતો પાણીનો ધોધ હોય તેવું મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે ત્યારે આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની સીઝનમાં 4 થી 5 લાખ પ્રવાસીઓ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;