NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યભરના વકીલોની આજે હડતાળ, સ્વતંત્રતા પર તરાપ મારતા બિલની હોળી

રાજ્યભરના વકીલોની આજે હડતાળ, સ્વતંત્રતા પર તરાપ મારતા બિલની હોળી

 | 11:53 am IST

લો કમિશન દ્વારા એડવોકેટ એક્ટમાં સુધારો કરતા બિલના વિરોધમાં આજે દેશભરના વકીલો કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ગુજરાતમાં પણ તમામ કોર્ટોના વકીલોએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. રાજયના આશરે 70 હજાર વકીલો આજે શુક્રવારે હડતાલ પર જઇને અને પ્રસ્તાવિત બિલની હોળી કરીને દેખાવ કર્યા છે. બિલના વિરોધમાં વકીલો જીલ્લા કક્ષાએ કલેકટર અને મામલતદારની કચેરી જઇને બિલ પરત ખેચવા આવેદનપત્ર આપવાના છે.

adv3

એડવોકેટ એક્ટમાં વકીલોના હક પર તરાપ મારવા અને તેમની સ્વતંત્રતાને નિયત્રિંત કરવાની જોગવાઇનો સુધારો કરવાની ભલામણ કરાઇ છે જેનો દેશભરના વકીલો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન, અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિયેશન સહિતના એસોસિયેશને દાવો કર્યો છે કે, વકીલોને દંડ તેમ જ સનદ્ રદ્ કરવાની જોગવાઈ વાળો કાયદો એ વકીલ વિરોધી છે.