ગુજરાતના ખેડૂતો 11 રાજ્યોના ખેડૂતોની સરખામણીએ છે વધુ કંગાળ, જુઓ રિપોર્ટ - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.8725 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગુજરાતના ખેડૂતો 11 રાજ્યોના ખેડૂતોની સરખામણીએ છે વધુ કંગાળ, જુઓ રિપોર્ટ

ગુજરાતના ખેડૂતો 11 રાજ્યોના ખેડૂતોની સરખામણીએ છે વધુ કંગાળ, જુઓ રિપોર્ટ

 | 9:53 am IST

રાજ્ય સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી હોવાનું કહેવાય છે ત્યારે ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ દેશમાં 12મો આવ્યો છે. ગુજરાતના ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર 7926 રૂપિયા છે. સામે ખેતી પાછળ જ સરેરાશ 7672 રૂ.નો માસિક ખર્ચ થાય છે. જેથી ખેડૂતોના ફાળે માત્ર રૂ.272 તેમના અને પરિવારના ગુજરાન માટે બચે છે. જેના પરથી રાજ્યના ખેડૂતોની સ્થિતિ શું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. દેશના 11 રાજ્યો ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાતથી આગળ છે.

દેશમાં ખેડૂતોની 18059 રૂ.ની માસિક આવક સાથે પંજાબ દેશમાં મોખરે છે. તે પછી હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કેરળ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ ગુજરાત કરતા આગળ છે. જ્યાં હાલ ખેડૂતોનું આંદોલન ચાલે છે તે મહારાષ્ટ્રના ખેડૂતોની આવક રૂ.7386 રૂપિયા છે, જેની સામે ગુજરાતના ખેડૂતોની આવક થોડી જ વધારે હોવાનું પાથેય સંસ્થા દ્વારા વર્ષ 2012-13ના રિપોર્ટના આધારે જણાવાયું છે. ઓછી આવક હોવાને કારણે જ ગુજરાતના 42.6 ટકા ખેડૂતો દેવાદાર છે.

બીજી તરફ રાજ્ય સરકારે વર્ષ 2018-19ના બજેટમાં પાક કૃષિ વ્યવસ્થાની પ્રવૃત્તિઓ માટેની જોગવાઇઓમાં 1395 કરોડનો માતબર ઘટાડો કર્યો છે. જે પૈકી પાક વીમા માટેની રકમમાં 1240.14 કરોડ અને બાગાયત- શાકભાજીના પાકો માટે 233 કરોડનો ઘટાડો કરાયો છે.

અનાજના ઉત્પાદનમાં 7.32 લાખ ટનનો ઘટાડો
રાજ્યમાં વર્ષ 2016-17ની સરખામણીએ 2017-18માં અનાજના ઉત્પાદનમાં 7.32 લાખ ટનનો ઘટાડો થશે. વર્ષ 2016-17માં અનાજનું ઉત્પાદન 74.20 લાખ હતું, જે 9.87 ટકા જેટલું ઘટીને 66.88 લાખ ટન જેટલું થશે. ખાસ કરીને બાજરીમાં 73 ટકા અને જુવારમાં 32 ટકાનો ઘટાડો થશે. બીજી તરફ કપાસના ઉત્પાદનમાં 152 ટકાનો વધારો થશે.