Gujarat's misfortune, made a leader who can run by remote control CM!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતનું દુર્ભાગ્ય, રિમોટ કંટ્રોલથી ચાલી શકે તેવા નેતાને CM બનાવ્યા! બિન અનુભવીને મોટી જવાબદારી સોંપાઈ

ગુજરાતનું દુર્ભાગ્ય, રિમોટ કંટ્રોલથી ચાલી શકે તેવા નેતાને CM બનાવ્યા! બિન અનુભવીને મોટી જવાબદારી સોંપાઈ

 | 8:00 am IST
  • Share

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય તરીકે પણ પાંચ વર્ષ પૂરા કરેલા  નથી, કોર્પોરેશનના મેયર તરીકે કામગીરીનો અનુભવ નથી, છતાં આવા બિનઅનુભવી વ્યક્તિને ગુજરાતની આટલી મોટી  જવાબદારી સોંપી દેવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે આ સરકાર  ઉપર પણ દિલ્હી અને સી.આર. પાટીલના રિમોટનો સંપૂર્ણ કંટ્રોલ  રહેવાનો છે. ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે ફરી રિમોટ કંટ્રોલથી ચાલી શકે તેવા નેતાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ છે, આવી સરકાર પાસે  કોઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી વિજય રૃપાણીની સરકાર હતી, આ સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતી હતી, જેના કારણે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી, કોરોનામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા, લાખો લોકોના ધંધા રોજગાર બંધ થયા, લાખો યુવાનો બેરોજગાર થયા, જેની પ્રતીતિ થયા બાદ રિમોટ કંટ્રોલના સંચાલકોએ વિજય રૃપાણીની જગ્યાએ બીજો નેતા બનાવવાનું નક્કી કર્યું હતું. સૌને આશા તો એવી હતી કે, સ્વતંત્ર પણે પાટા ઉપરથી ઉતરી ગયેલી ગુજરાતની ગાડીને ફરી પાટે ચડાવવા સક્ષમ નેતાને જવાબદારી સોંપાશે, કોઈ એવો નેતા હોય જે ગુજરાતમાં શાંતિ સ્થાપે, ગુજરાતમાંથી ગુંડાગીરી નાબૂદ કરે,

ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરે અને ડબલ રિમોટથી ચાલતી સરકારે લોકોને જે પીડા આપી હતી, તેના ઉપર મલમ લગાડવાનું કામ કરે, પરંતુ ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે ફરી રિમોટ કંટ્રોલથી ચાલી શકે તેવા જ નેતાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ રિમોટ કંટ્રોલથી જ નવી સરકાર ચાલવાની છે તેવો ટોણો માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન