Gujarat's new CM Bhupendra Patel sworn in today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલ, આજે શપથ: દિલ્હીથી આવેલું નામ જાહેર કરતાં જ સિનિયરોનાં મોં પડી ગયાં

ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલ, આજે શપથ: દિલ્હીથી આવેલું નામ જાહેર કરતાં જ સિનિયરોનાં મોં પડી ગયાં

 | 7:01 am IST
  • Share

ગુજરાતમાં ફરી એકવાર ભાજપની કેડર સહિત સૌ કોઈને અચંબિત કરી નાખનારી ઘટનામાં રવિવારે સાંજે ભાજપ વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે યાને મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલની વરણી થઈ છે, જેઓ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકનું ડિસેમ્બર-૨૦૧૭થી પ્રતિનિધિત્વ કરે છે અને જેમ વિધાનસભામાં નવાસવા વિજય રૃપાણી મુખ્યમંત્રી બન્યા હતા.

તેમ ભૂપેન્દ્રભાઈની પણ વિધાનસભામાં આ પહેલી જ ટર્મ છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા અને અમદાવાદના મૂળ વતની એવા ૫૯ વર્ષીય ભૂપેન્દ્રભાઈએ સાંજે જ ગવર્નર દેવવ્રત આચાર્યને મળીને વિધિવત્ જાણ કરી છે. તેઓ સોમવારે બપોરે ૨ઃ૨૦ વાગ્યે ગાંધીનગર રાજભવનમાં રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, રાષ્ટ્રીય આયોજન મહામંત્રી વી. સતીષ, ગુજરાત ભાજપ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં તેમજ રવિવારે બપોરે ૧૨ વાગે દિલ્હીથી આવેલા કેન્દ્રીય નિરીક્ષકો એવા કેન્દ્રીય મંત્રીઓ-નરેન્દ્રસિંહ તોમર તથા પ્રહલાદ પટેલની દેખરેખમાં બપોરે ત્રણ વાગે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મળેલી ભાજપના ધારાસભ્યો તથા સાંસદોની સંયુક્ત બેઠકમાં, વિદાય લેતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ દિલ્હીથી આવેલી ચિઠ્ઠી ખોલી નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યું ત્યારે ડાયસ ઉપર બેઠેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ-મનસુખ માંડવિયા તથા પરસોત્તમ રૃપાલા સહિત રાજ્યના સિનિયર મંત્રીઓ મોં વકાસી તથા બાકી ધારાસભ્યો-સાંસદો આૃર્યચકિત નજરે ખૂણામાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલને બેઘડી તાકી રહ્યા હતા.

બાદમાં તમામે હાથ ઊંચા કરી નવી વરણીનું સમર્થન કર્યું હતું, એ સમયે મોરપીંછ રંગના ઝભ્ભા-લેંઘામાં સજ્જ એવા પદનામિત ભૂપેન્દ્ર પટેલે હાથ જોડી અભિવાદન ઝીલ્યું હતું.ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતા અને વ્યવસાયે બિલ્ડર એવા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા નગરપાલિકામાં પ્રમુખ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેમજ ‘ઔડા’માં ચેરમેનપદે રહી ચૂક્યા છે. 

તેઓ સોમવારે એકલા જ શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળના બાકીના મંત્રીઓની શપથવિધિ મોવડીમંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી યોજાશે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલ સોમવારે નવી દિલ્હીથી બપોરે ૧૨ વાગે અમદાવાદ આવી રહ્યા છે.

તેઓ બપોરે ગવર્નરના હસ્તે રાજભવન ખાતે પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારોહમાં ભાગ લેશે. રવિવારે નવા નેતાની વરણી બાદ ટ્વિટ કરતાં અમિત શાહે ગુજરાત ભાજપના વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ભૂપેન્દ્ર પટેલને ર્હાિદક અભિનંદન સાથે શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની નિરંતર વિકાસયાત્રાને નવી ઊર્જા તથા વેગ મળશે અને ગુજરાત સુશાસન તથા જનકલ્યાણમાં અગ્રેસર રહેશે.

આજે બપોરે ૨ઃ૨૦ વાગ્યે તેમના એકલાની સોગંદવિધિ યોજાશે, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે, મંત્રીમંડળનું વિસ્તરણ બે દિવસ પછી થશે, પહેલીવાર ધારાસભ્ય બનેલા ૫૯ વર્ષીય ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના છે અને ઘાટલોડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન