ગુજરાતમાં એક એવું કોલ સેન્ટર છે, જ્યાં 80%થી પણ વધુ દિવ્યાંગો કામ કરે છે - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગુજરાતમાં એક એવું કોલ સેન્ટર છે, જ્યાં 80%થી પણ વધુ દિવ્યાંગો કામ કરે છે

ગુજરાતમાં એક એવું કોલ સેન્ટર છે, જ્યાં 80%થી પણ વધુ દિવ્યાંગો કામ કરે છે

 | 5:02 pm IST

સામાન્ય માણસો માટે નોકરી મેળવવી બહુ જ સરળ છે, પરંતુ તમે વિચાર્યું છે કે જે લોકો શારીરિક રીતે અપંગ છે, તેઓને કેવી રીતે નોકરી મળતી હશે. તેમની શારીરિક ખામીને કારણે જો કોઈ તેમને નોકરી નહિ આપતું હોય તે તેઓનું ગુજરાન કેવી રીતે ચાલતું હશે. ત્યારે અમદાવાદના એક કોલ સેન્ટરના માલિકે અનોખી પહેલ કરી છે. આ કોલ સેન્ટરમાં કામ કરતા 80 ટકા કર્મચારીઓ દિવ્યાંગ છે. કોઈ આંખે જોઈ શક્તુ નથી, તો કોઈના હાથ-પગમાં તકલીફો છે, કોઈ મૂકબધિર છે.

સમર્ધા ઈન્ફોટેક નામનું આ કોલ સેન્ટર એવુ અનોખું છે, જ્યાં તમે જોઈને જ છક થઈ જશો. દિવ્યાંગોને કારણે આ કોલ સેન્ટરનો દિવસેને દિવસે ગ્રોથ થઈ રહ્યો છે. તેમની શારીરિક ખામીને કારણે તેમનું કામ ક્યાંય અટકતું નથી. તો જોઈએ, આવી સેવાભાવી સંસ્થાની વાત.