ગુજરાતમાં સ્વાઈન ફલૂનો હાહાકાર, સરકારી તંત્ર રોગને કાબૂમાં લેવામાં નિષ્ફળ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં સ્વાઈન ફલૂનો હાહાકાર, સરકારી તંત્ર રોગને કાબૂમાં લેવામાં નિષ્ફળ

ગુજરાતમાં સ્વાઈન ફલૂનો હાહાકાર, સરકારી તંત્ર રોગને કાબૂમાં લેવામાં નિષ્ફળ

 | 10:02 pm IST

ગુજરાતમાં સ્વાઈન ફલૂએ કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નવા 97 કેસ સ્વાઈન ફલૂ પોઝિટિવના નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 37 કેસ છે તો સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિઓનાં મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 69થી વધુ લોકોનાં મોત થયા છે. જોકે આ સરકારી મૃત્યુઆંક કરતાં વાસ્તવિક મૃત્યુ આંક ખરેખર ખૂબ ઊંચો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્વાઈન ફલૂ ટેસ્ટિંગ માટેની કોઈ સગવડ પણ નથી.

ગુજરાતમાં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે પરંતુ સરકારી તંત્ર રોગને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયું છે. નવા 97 કેસમાંથી અમદાવાદ શહેર 37, વડોદરા શહેર 8, સુરત શહેર 6, કચ્છ અને મહેસાણ ખાતે 4-4, રાજકોટ શહેર, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, પાટણ અને પોરબંદર ખાતે 3-3, ભાવનગર શહેર, સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ, ગાંધીનગર શહેર અને ખેડા ખાતે 2-2, અમદાવાદ, વડોદરા, બોટાદ, જુનાગઢ શહેર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ગીર સોમનાથ ખાતે 1-1 કેસ નોંધાયા છે. તંત્રનું કહેવું છે કે, પહેલી જાન્યુઆરી 2019થી આજ દિન સુધી 1217 લોકો સાજા થયા છે તો અત્યારે પણ 603 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર બિછાને છે.

મહત્ત્વનું છે કે, સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. પહેલાં નંબર પર રાજસ્થાન આવે છે. જ્યારે સ્વાઈન ફલૂના કેસોની સંખ્યાને લઈ રાજસ્થાન, દિલ્હી પછી ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે.

વર્ષ કેસ મોત
2012 101 30
2013 989 196
2014 157 55
2015 7180 517
2016 411 55
2017 7709 431
2018 2164 97

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન