ગુજકેટના ફોર્મ લેઈટ ફી સાથે 25મી એપ્રિલ સુધી ભરી શકાશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજકેટના ફોર્મ લેઈટ ફી સાથે 25મી એપ્રિલ સુધી ભરી શકાશે

ગુજકેટના ફોર્મ લેઈટ ફી સાથે 25મી એપ્રિલ સુધી ભરી શકાશે

 | 10:51 pm IST

શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટમાં એક વખત ફોર્મ ભરવાની તારીખ નહીં વધારવાની જાહેરાત કરી હોવા છતાં વધુ ફોર્મ ભરવા માટે સાઈટ ખોલી છે. વિદ્યાર્થીઓ ૨૫મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે.

રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા સાથે ટક્કર મારવા નીકળેલા શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે 10મી મેના રોજ ગુજકેટ લેવામાં આવનાર છે. ઓનલાઈન ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓના આંકડા પણ ગઈકાલે બોર્ડે જાહેર કરી દીધા હતા. અગાઉ ફોર્મ ભરવાની તારીખ નહીં વધારવાનું પણ જાહેર કર્યું હતું. તેમ છતાં પરીક્ષા સચિવે આજે તા.25-4-2017 સુધી ફોર્મ ભરવા માટે મુદત લંબાવ્યાનું જાહેર કર્યું છે.

ફોર્મ ભરવામાં મોડા પડેલાં વિદ્યાર્થીઓ પાસેથી બોર્ડ રૃ.300 નિયત ફી અને રૃ.1000 લેઈટ ફી મળી રૃ.1300 વસૂલશે. ગુજકેટના પરીક્ષા સચિવે કહ્યું કે 40 થી 50 વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે. 25મી સુધીમાં બીજા એટલા જ વિદ્યાર્થીઓ આવે તેવી શક્યતા જોતા ૧૦૦ વિદ્યાર્થીઓ નવા ઉમેરાવાની શક્યતા છે.