Gulab Sitabo Fame Actress Farrukh Jaffar Passed Away
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ગુલાબો સિતાબો’ની અભિનેત્રીએ કહ્યું દુનિયાને અલવિદા

‘ગુલાબો સિતાબો’ની અભિનેત્રીએ કહ્યું દુનિયાને અલવિદા

 | 12:23 pm IST
  • Share

  • લાંબી બીમારીને કારણે હતા હોસ્પિટલમાં દાખલ

  • કર્યું હતું એક ડઝન જેટલી ફિલ્મોમાં કામ

  • શરૂઆત કરી હતી રેડિયો એનાઉન્સર તરીકે

ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ માટે જાણીતી દિગ્ગજ અભિનેત્રી ફારૂખ ઝફરનું 89 વર્ષની વયે નિધન થયું. તેમણે શુક્રવારે સાંજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની મોટી દીકરી મેહરુ ઝફરે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં મેહરુએ જણાવ્યું કે શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને 4 ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સારી ન હતી. તેમના ફેફસાં તેમને આપવામાં આવેલા ઓક્સિજનને લઈ શકતા ન હતા. સાંજે 6 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું.

ફારૂખ ઝફરના પૌત્ર શાઝ અહમદે ટ્વિટર પર લખ્યું છે કે મારા નાની અને સ્વતંત્રતા સેનાની, પૂર્વ એમએલસી એસએમ ઝફરની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી ફારૂખ ઝફરનું આજે સાંજે લખનઉમાં નિધન થયું છે.

રેડિયોથી કરી હતી શરૂઆત

ફારૂખ ઝફર 1963માં લખનઉ વિવિધ ભારતીમાં રેડિયો એનાઉન્સર હતા. તેમણે 1981માં ફિલ્મ ‘ઉમરાવ જાન’થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે રેખાની માતાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે શાહરૂખ ખાન સાથે ‘સ્વદેશ’માં અને આમિર ખાનની ફિલ્મ ‘પીપલી લાઇવ’માં પણ કામ કર્યું હતું. આ સિવાય તે ‘સુલતાન’માં પણ જોવા મળી હતી. ‘ગુલાબો સિતાબો’માં ફાતિમા બેગમ તેમના યાદગાર પાત્રોમાંથી એક હતું. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો