`રોજી-રોટી' માટે ભારતીયોની પ્રથમ પસંદગી ખાડી દેશો - Sandesh
  • Home
  • India
  • `રોજી-રોટી’ માટે ભારતીયોની પ્રથમ પસંદગી ખાડી દેશો

`રોજી-રોટી’ માટે ભારતીયોની પ્રથમ પસંદગી ખાડી દેશો

 | 9:51 pm IST

વિશ્વમાં સૌથી વધારે ભારતીયો વિદેશોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના જણાવ્યા અનુસાર પ્રત્યેક 20 પ્રવાસીઓમાં એક ભારતીય હોય છે. બીજા શબ્દોમાં 1.7 કરોડ ભારતીય એટલે કે મુંબઈની 2010 જેટલી વસતિ વિદેશમાં રહે છે. અન્ય દેશમાં એક વર્ષ કરતાં વધારે સમય રહેનારને યુએન પ્રવાસી માને છે.

ભારતમાં જન્મેલી વ્યક્તિ ક્યા દેશ પ્રત્યે આકર્ષાય છે ? આ પ્રશ્નનો જવાબ છે ખાડી દેશો. ખાડીના દેશો હજુ પણ ભારતીય પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. આમાં યુએઈ ટોચ પર છે. ટોચના પાંચ દેશોમાં ખાડીના ત્રણ દેશોના સમાવેશ થાય છે.

ભારતીય પ્રવાસીઓની પંસદગી બાબતે યુએઈ પ્રથમ, અમેરિકા બીજા, સઉદી અરબ ત્રીજા, પાકિસ્તાન ચોથા અને ઓમાન પાંચમા ક્રમે છે.
30 વર્ષ અગાઉ આ બાબતે પાકિસ્તાન પ્રથમ ક્રમાંકે હતું. 2010 પછી ભારતીય પ્રવાસીઓમાં ઓમાન પ્રત્યેની લોકપ્રિયતામાં ઝડપી વધારો થયો છે.