ગલ્ફફૂડ ફેસ્ટિવલમાં ભારતીય જીરાનું સૌથી મોટું લેવાલ ચીન  - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ગલ્ફફૂડ ફેસ્ટિવલમાં ભારતીય જીરાનું સૌથી મોટું લેવાલ ચીન 

ગલ્ફફૂડ ફેસ્ટિવલમાં ભારતીય જીરાનું સૌથી મોટું લેવાલ ચીન 

 | 12:07 am IST

કોમોડિટી કરંટ :-  કમલ શર્મા

ગલ્ફફૂડ ફેસ્ટિવલમાં આ વર્ષે ભારતીય જીરા માટે ચીન સૌથી મોટા આયાતકર્તા તરીકે ઊભરી આવ્યું, પરંતુ ગત વર્ષની તુલનામાં આ વર્ષે જીરાના સોદા ઓછા થયા હોવાના સમાચાર છે. બીજી તરફ મિક્સિંગ જીરાની માગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના પરિણામે ભેળસેળ ન કરતાં નિકાસકારોને નિરાશા સાંપડી છે.   ભારતીય જીરાના નિકાસકારોનું કહેવું છે કે ગલ્ફફૂડ ફેસ્ટિવલમાં ભેળસેળ ન કરતાં નિકાસકારોને ખૂબ જ ઓછા ઓર્ડર મળ્યાં છે અને જે ઓર્ડર મળી રહ્યાં છે તેમાં પણ આંતરરાષ્ટ્રીય ભાવથી નીચા સ્તરે સોદા કરવા પડયાં છે. આના મુખ્યત્વે બે કારણ છે -એક, આયાતકારોનું માનવું છે કે આ વર્ષે ભારતમાં જીરાનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં વધુ છે, જેના કારણે આગામી દિવસોમાં ભાવ ચોક્કસપણે નીચે આવશે. બીજું, નિકાસકારોએ સ્પર્ધામાં ટકવા ઓછા ભાવ ઓફર કરીને સોદા કર્યાં છે, જેનો લાભ આયાતકારોને થયો છે. નિકાસકારોનું કહેવું છે કે ભારતીય જીરાની ખરીદીના સારા ઓર્ડર ન મળતા સતત બીજા વર્ષે તેમનો અનુભવ સારો રહ્યો નથી. જોકે, મિશ્રિત જીરાની નિકાસ કરનારાઓ ખુશ છે. ગલ્ફફૂડ ફેસ્ટિવલમાં મિશ્રિત જીરાના સોદા ટનદીઠ ૧,૮૫૦-૨,૦૦૦ ડોલરે થયાં છે, જ્યારે કે અસલી જીરાના સોદા ટનદીઠ ૨,૨૦૦-૨,૪૦૦ ડોલરે થયાં છે. ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેનારા સીરિયાના કારોબારીઓનું કહેવું છે કે તેમના દેશની રાજકીય સ્થિતિમાં સુધારો થયો નથી. સીરિયા એપ્રિલ સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જીરું ઓફર કરશે અને તેની નિકાસ મેથી જૂન સુધી ચાલવાની સંભાવના છે. સીરિયાઇ નિકાસકારોનું કહેવું છે કે આ વર્ષે ૧૫ હજાર ટન જીરાના ઉત્પાદનની શક્યતા છે અને નવી સિઝનમાં ૧૪ હજાર ટન નિકાસની સંભાવના છે. ભારતીય જીરાના સૌથી મોટા ખરીદદાર ચીનની વાત કરીએ તો ચીનના કારોબારીઓ અને આયાતકારોનું કહેવું છે કે ચીનમાં આ વર્ષે જીરાનું વાવેતર સામાન્ય રહેશે તેમજ ભારતમાં જીરાના સારા ઉત્પાદનને પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ ઉપર દબાણ જોવા મળી શકે છે. ચીનમાં જીરાનો ર્વાિષક વપરાશ ૪૫-૫૦ હજાર ટનની આસપાસ રહે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસિસ સ્ટેકહોલ્ડર્સે દેશમાં આ વર્ષે ૬૯,૨૩,૪૫૨ લાખ બોરી જીરાના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ગત રવી સિઝનમાં ૫૮,૩૨,૧૩૫ લાખ બોરી ઉત્પાદન રહ્યું હતું.

;