gulshan 64th birthday know about story related to his intimate scene
  • Home
  • Entertainment
  • Bollywood
  • બંધ બારણે કેટરિના સાથે લિપ કિસની પ્રેક્ટિસ કરતો હતો હીરો, ત્યારે જ બીગ બી જોઈ ગયા

બંધ બારણે કેટરિના સાથે લિપ કિસની પ્રેક્ટિસ કરતો હતો હીરો, ત્યારે જ બીગ બી જોઈ ગયા

 | 12:27 pm IST

બોલિવૂડનો ‘બેડમેન’ એટલે કે ગુલશન ગ્રોવર આજે તેનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બોલિવૂડના આ સ્ટાર અભિનેતા વિશે તમે ઘણી વાતો સાંભળી હશે. પરંતુ એક એવો કાંડ તેમની સાથે બની ગયો કે આશ્ચર્ય થશે. ગુલશન ગ્રોવરે 2003માં આવેલી ફિલ્મ ‘બૂમ’માં પહેલીવાર અભિનેત્રી કેટરિના કૈફ સાથે કામ કર્યું હતું. આ ઘટના બૂમ ફિલ્મ સાથે સંબંધિત છે. ગુલશનનું કેટરિના સાથે એક કિસિંગ સીન હતું. આ સીન માટે તે એટલો ગભરાઈ ગયો હતો કે ઘણી વાર રિટેક લીધા પછી પણ સીનનું શુટિંગ શક્ય ન બન્યું.

વર્ષ 2003માં ગુલશન ગ્રોવર, કેટરિના કૈફ અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ બૂમ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ નહોતી કરી શકી. પરંતુ એમાં કેટરિનાના બોલ્ડ સીનની ઘણી ચર્ચા થઈ હતી. બોલ્ડ સીન સિવાય જો વાત કરીએ તો ગુલશન ગ્રોવર સાથે કેટરીનાનું કિસિંગ સીન પણ એટલું જ ચર્ચામાં રહ્યું. ગુલશન માટે આ સીન કરવું જરાય સહેલું નહોતું. આ હકીકતનો ખુલાસો ગુલશન ગ્રોવરે પોતે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

ગુલશને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ફિલ્મ ‘બૂમ’ માં કેટરીના સાથેના કિસિંગ સીન તેની કરિયરનું સૌથી મુશ્કેલ સીન હતું. આ માટે તેણે રૂમમાં પ્રેક્ટિસ પણ કરી હતી. પરંતુ એમા બન્યું એવું કે જ્યારે આ કિસિંગ સીન માટે તે રૂમમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યારે અમિતાભ બચ્ચન ત્યાં પહોંચી ગયા અને જોઈ ગયા. ગુલશન ગ્રોવરને આ રીતે પ્રેક્ટિસ કરતા જોઈને બીગ બી ત્યાંથી રવાના થઈ ગયા. ગુલશેને જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન આ રીતે જોઈ ગયા પછી તો દબાણ સતત વધી ગયું હતું.

આગળ વાત કરતાં ગુલશને કહ્યું, ‘હું ફિલ્મમાં સીન પરફેક્ટ થાય એવું ઇચ્છતો હતો, જેના માટે મેં અને કેટરિનાએ ઘણી વાર પ્રેક્ટિસ કરી હતી. મને યાદ છે કે જ્યારે આ દ્રશ્યો ઇન્ટરનેટ પર રીલિઝ થયા હતા, તે સમયે તેમને 30 થી 40 મિલિયન વ્યૂ મળ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: ગીર સોમનાથના કોડીનારમાં અજગર રેસ્ક્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન