અમેરિકાની સ્કૂલમાં ફરી ગન કલ્ચર, વિદ્યાર્થીએ મા-બાપને દીધા ગોળીએ - Sandesh
  • Home
  • World
  • અમેરિકાની સ્કૂલમાં ફરી ગન કલ્ચર, વિદ્યાર્થીએ મા-બાપને દીધા ગોળીએ

અમેરિકાની સ્કૂલમાં ફરી ગન કલ્ચર, વિદ્યાર્થીએ મા-બાપને દીધા ગોળીએ

 | 3:43 pm IST

અમેરિકામાં માતા-પિતાની હત્યાના આરોપમાં એક યુવકની ધરપકડ કરાઈ છે. યુવકનું નામ જેમ્સ એરિક ડેવિસ જુનિયર છે. તે 19 વર્ષનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેને તેના માતા-પિતા સાથે ખટરાગ હતો. અમેરિકાની શાળામાં થયેલા ગોળીબારની આ 12મી ઘટના છે.

યુવકના પિતાનું નામ જેમ્સ એરિક ડેવિસ સિનિયર અને માતાનું નામ દિવા જેનેન ડેવિસ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેઓ તેમના પુત્રને મળવા મિશિગન યુનિવર્સિટીએ આવ્યા હતાં, પરંતુ માતા-પિતાને જોતાં જ તેણે તેમને ગોળીએ વીંધી નાખ્યા હતાં.

ગુરુવારની રાતે ડેવિસ જુનિયરને ગુરુવારની રાતે ડ્રગ્સનો બંધાણી હોવાથી હોસ્પિટલે લઈ જવાયો હતો. તેણે ડ્રગનો વધારે પડતો ડોઝ લીધો હતો. ઈલિનોઈસ રાજ્યના સાંસદે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પરિવાર કાયમી ધોરણે શિકાગોમાં રહે છે.