ડ્રેગન તારી ખેર નહીં, ભારત પણ દરેક મોરચે ચીનને હંફાવવા તૈયાર - Sandesh
  • Home
  • Vishesh
  • ડ્રેગન તારી ખેર નહીં, ભારત પણ દરેક મોરચે ચીનને હંફાવવા તૈયાર

ડ્રેગન તારી ખેર નહીં, ભારત પણ દરેક મોરચે ચીનને હંફાવવા તૈયાર

 | 11:02 pm IST

ચીન એક એવો દેશ જે સતત બીજા દેશોને નડ્યા કરે છે. એક એવો પાડોશી જેના પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય. ચીનમાંથી નિકળ્યો એક વાયરસ અને વિશ્વ આખાનો ભરોસો ગુમાવી બેઠું છે. ચીનની નાની-મોટી અવળચંડાઇઓ અનેક દેશો અવગણતા હતા. પણ હવે ચીનની વધતી ચાલબાઝી સામે અનેક દેશોએ બાંયો ચઢાવી છે અને તેમાં સૌથી અમેરિકા મોખરે છે. અમેરિકા ફૂંકી ફૂંકીને પગલાં લઇ રહ્યું છે. અને તેનું દરેક પગલું એક જ સંદેશ આપે છે. ડ્રેગન તારી ખેર નહીં.

ભારતનાં પાડોશી દેશ એવા ચીનનાં પીઠ પર વાર કરવાની આદત ધરાવતા ચીનથી માત્ર ભારત જ પરેશાન છે એવું નથી. ચીન જગત જમાદાર અમેરિકાને પણ નડી રહ્યું છે. અને હવે ચીન સામે ભારતથી લઇ અમેરિકા સુધીનાં દેશોએ મોરચે માડ્યો છે.

અમેરિકાએ ચાઇનીઝ ડ્રેગન સામે મોરચો માંડ્યો છે. ચીનનું નાક દબાવવા અમેરિકાએ એક પછી એક નિર્ણયો લઇને વાર કરવાનો સિલસિલો શરૂ કર્યો છે. અને હવે ટ્રેડ વોરથી શરૂ થયેલી આ જંગ ડિપ્લોમેટિક વોરમાં પરિવર્તિત થઇ ચૂકી છે. અમેરિકાએ ચાઇનીઝ ડ્રેગનની પૂંછડી પર પગ મૂક્યો અને ડ્રેગન છળી ઉઠ્યો.

અમેરિકા અને ચીન વચ્ચે આમ તો દાયકાઓથી શિતયુદ્ધ ચાલતું જ આવ્યું છે. કોરોનાએ પણ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. અમેરિકામાં કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. અને અમેરિકા માટે કોરોના ચાઇનીઝ વાયરસ બની ગયો. વાયરસની રસી આવી તે પહેલાં જ અમેરિકાએ ચીનનો ઇલાજ શરૂ કર્યો.

ચીનને ઘેરવા અમેરિકા અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે. અને તેમાં કોફીનનો છેલ્લો ખિલ્લો મિલિટરી એક્શનનો છે. ચીન અન્ય દેશોની જમીનો પચાવી પાડવા માટે કુખ્યાત છે. અનેક દેશો આ મુદ્દે ચીનનાં પીડિત છે. એટલે જ ચીનને પાઠ ભણાવવા દેશો એક થઇ રહ્યાં છે. એકબીજાને સાથ આપી રહ્યાં છે. ત્યારે અમેરિકાએ દુશ્મન કા દુશ્મન દોસ્તની રણનીતિ અપનાવી છે.

અમેરિકા તો ચીનને પાઠ ભણાવી જ રહ્યું છે. પણ ભારત પણ દરેક મોરચે ચીનને હંફાવવા તૈયાર છે. ચાઇનીઝ ડ્રેગનને હરાવવા ભારત બાહુબલીનો સહારો લેશે. એ બાહુબલિ જે ચીનની સરહદ પર તૈનાત થશે અને ડ્રેગનનાં હોશ ઉડાવી દેશે. આ બાહુબલિ એટલે રાફેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન