ગોંડલ: નેશનલ હાઈવે પર પૈસાની લેતીદેતીમાં યુવાન પર ફાયરીંગ - Sandesh
  • Home
  • Gujarat
  • ગોંડલ: નેશનલ હાઈવે પર પૈસાની લેતીદેતીમાં યુવાન પર ફાયરીંગ

ગોંડલ: નેશનલ હાઈવે પર પૈસાની લેતીદેતીમાં યુવાન પર ફાયરીંગ

 | 8:20 pm IST

ગોંડલ શહેર/તાલુકામાં બંદુકમાંથી ફાયરીંગ કરવું એક સામાન્ય ઘટના બની ગઈ હોય તેમ તાલુકાના માવીયા ગામે ૧૫ દિવસ પહેલા પૈસાની લેતીદેતીમાં પટેલ યુવાન ઉપર ફાયરીંગ થયા બાદ આજે નેશનલ હાઈવે ખોડીયાર હોટલ પાસસે વિપ્ર યુવાન ઉપર દરબાર શખ્સ દ્વારા ફાયરીગ કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલના આશાપુરા ચોકડી પાસે સિધ્ધનાથનગરમાં ગાયત્રી મંદિરની પાછળ રહેતા દીલીપભાઈ જયંતિભાઈ પંડયાને નેશનલ હાઈવે ખોડીયાર હોટલ પપાસસે યોગીનગરમાં રહેતા જયેન્દ્રસિંહ મહેન્દ્રસસિંહ ઝાલા દ્વારા ઉભા રાખી રૃપિયા દોઢ લાખની લેતી-દેતી બાબતે ધાક ધમકાવવાામં આવ્યા હતા બાદમાં પોતાની સ્કોર્પિયો કારમાંથી બાર બોરની ડબલ જોટાની બંદુક કાઢી જમીનમાં એક રાઉન્ડ ફાયરીંગ કરતા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.