J&K: શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ જારી, એક આતંકીનો ખાત્મો, 2 જવાન ઘાયલ - Sandesh
  • Home
  • India
  • J&K: શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ જારી, એક આતંકીનો ખાત્મો, 2 જવાન ઘાયલ

J&K: શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ જારી, એક આતંકીનો ખાત્મો, 2 જવાન ઘાયલ

 | 7:59 am IST

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સેના-પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ હોવાના અહેવાલો છે. અહીં વનગામ વિસ્તારમાં આજે સવારથી ફાયરિંગ ચાલુ છે. 62RR અને પોલીસના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં એક આતંકીનો ખાત્મો બોલાવાયો છે જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે.

આ અગાઉ સેનાએ રવિવારે જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારની મધ્યરાત્રીએ રાતના બે વાગ્યાની આસપાસ કેજી સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી હતી. પાકિસ્તાની મોર્ટાર અને ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ કર્યુ હતું. પરંતુ ભારતીય જવાનોએ ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારના દિવસમાં ફરી ઘૂસણખોરી કરવાની કોશિશ થઈ હતી.

પાકિસ્તાને કૃષ્ણા ઘાટી અને પૂંછ સેક્ટરમાં ખુબ ફાયરિંગ કર્યું હતું. જેથી કરીને આતંકીઓને જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવી શકે. રવિવારે જ પાકિસ્તાન તરફથી પંજાબના તરનતારનના જવાન ગુરુ સેવક સિંહ શહીદ થયા તેઓ 22 શિખ રેજીમેન્ટમાં હતાં. આ ઉપરાંત સાબિજયા સેક્ટરમાં જવાન રાજેન્દ્ર તોપારા શહીદ થયા. પાકિસ્તાને આ બંને સેક્ટરોની અનેક ચોકીઓને નિશાન બનાવી હતી.

ફાયરિંગમાં સેનાના બે જવાનો, બીએસએફનો એક સબ ઈન્સ્પેક્ટર નિતિનકુમાર, મહિલા એસપીઓ ઝરીના બી અને અન્ય એક મહિલા તસલીમ પણ ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન