ભારતીય આર્મીનો 'નવો દુશ્મન', જવાનોના મોત માટે કારણભૂત!, જાણીને થશો સ્તબ્ધ  - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતીય આર્મીનો ‘નવો દુશ્મન’, જવાનોના મોત માટે કારણભૂત!, જાણીને થશો સ્તબ્ધ 

ભારતીય આર્મીનો ‘નવો દુશ્મન’, જવાનોના મોત માટે કારણભૂત!, જાણીને થશો સ્તબ્ધ 

 | 8:27 pm IST

ભારતીય આર્મી હાલમાં એક નવા દુશ્મનનો સામનો કરી રહી છે. આ દુશ્મન બહારનો નથી પણ ઘરમાં જ સંતાયેલો છે. હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA)એ જાહેર કરેલા આંકડા પ્રમાણે પેરામિલિટરી એન્ડ સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સિસ (CAPF)ના જવાનોનો મૃત્યુનું મોટું કારણ લડાઈ નહીં પણ તેમની ખરાબ તબિયત છે.

CAPFમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, સશસ્ત્ર સીમા બલ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિઅલ સિક્યુરિટી ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને આસામ રાઇફલે છેલ્લા ત્રણ વર્ષ અને 2 મહિનામાં લડાઈ તેમજ કાઉન્ટર એટેક ઓપરેશનમાં 1,067 જવાનોએ જીવ ગુમાવ્યો છે જ્યારે આ સમયગાળામાં ત્રણ ગણા વધારે જવાનોએ એટલે કે અંદાજે 3,611 જવાનોએ ખરાબ તબિયત અને બીમારીને કારણે જીવ ગુમાવ્યો છે.

અભ્યાસ પરથી માહિતી મળી છે કે સૌથી વધારે આર્મીમેને બીમારીના કારણે જીવ ગુમાવ્યા છે અને પછી સંખ્યા આવે છે કે આત્મહત્યા કરીને મૃત્યુ નોતરતા જવાનોની. મળતી માહિતી પ્રમાણે દર બે મહિને ત્રણ જવાનોનું હાર્ટએટેકને કારણે અવસાન થાય છે. હાલમાં આર્મીમેનોમાં હાઇબીપી, હાર્ટ એટેક તેમજ ડાયાબિટીસના વધી રહેલા પ્રમાણને કારણે તેમને ચરબી ઓછી કરવાની તેમજ તેમના ભોજનમાં સમોસા અને જલેબીના બદલે ફળો અને સલાડને સ્થાન આપવાની સૂચના અપાઈ છે. નોંધનીય છે કે પંજાબ અને હરિયાણાના જવાનોના ડાયેટમાં ડેરી પ્રોડક્ટનું પ્રમાણ વધારે હોવાના કારણે હાર્ટને લગતી સમસ્યાઓનો વધારે સામનો કરી રહ્યા છે.

આ રિસર્ચનો મહત્વનો મુદ્દો એ છે કે ફોર્સના લોઅર રેન્કના જવાનો બીમારીનો વધારે ભોગ બને છે. આ સંજોગોમાં મોબાઇલ સ્માર્ટફોન ધરાવતા જવાનોને એવી મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપી છે જે તેમના હૃદયના સ્વાસ્થ્ય પર નજર રાખશે. આ અંગે ફોર્સના હેલ્થ નિષ્ણાંતે જણાવ્યું છે કે ‘હાલમાં સૈનિકોની પ્લેટમાં અનહેલ્થી ફૂડ, ઓઇલી સ્નેક્સ તેમજ કોલેસ્ટેરોલથી તરબતર ફૂડ આઇટમ્સ આવી ગઈ છે. અમે તેમને સૂચના આપી છે કે તેઓ તેમને ફાળવવામાં આવતા પૈસામાંથી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ જ ખરીદે.’