gurmeet choudhary nunchaku video goes viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીવીના રામનો ફાઈટર અવતાર, ગુરમીત ચૌધરીને પહેલી વખત આ રીતે જોઈને ફેન્સ ચોંકી ગયા!

ટીવીના રામનો ફાઈટર અવતાર, ગુરમીત ચૌધરીને પહેલી વખત આ રીતે જોઈને ફેન્સ ચોંકી ગયા!

 | 5:07 pm IST
  • Share

ટીવીનો રામ એટલે કે ગુરમીત ચૌધરી(Gurmeet Chaudhary) આજકાલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ગુરમીત વારંવાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતો રહે છે. હાલમાં ગુરમીત ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જે રીતે ગુરમીત વર્કઆઉટ કરી રહ્યો છે એ જોઈને તેના ફેન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ વીડિયો ગુરમીતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

આ વીડિયોમાં ગુરમીત ચૌધરી હાથમાં નનચાકુ લઈને વર્કઆઉટ કરી રહ્યો છે. વીડિયોમાં ગુરમીતનો શર્ટલેસ અવતાર, ઉપરથી સૂર્યોદયનો સમય છે અને ગુરમીત જે રીતે શિલાની ટોચ પર ઉભા રહીને વર્કઆઉટ કરે છે, આ બધું વીડિયોમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન