guru-goraknath-made-khichdi-first-today-it-is-made-in-all-most-every-home
  • Home
  • Astrology
  • ગુરુ ગોરખનાથે બનાવી હતી સૌ પ્રથમ ખિચડી, આજે બને છે ઘરઘરમાં

ગુરુ ગોરખનાથે બનાવી હતી સૌ પ્રથમ ખિચડી, આજે બને છે ઘરઘરમાં

 | 7:30 pm IST

મકરસંક્રાંતિના દિવસે ખિચડો તમે ખાધો હશે. ખાસ કરીને રાજસ્થાની પરિવાર આ દિવસે અચૂક ખિચડો બનાવે છે. તેમાં સાત ધાન હોય છે તે ખિચડો કહેવાય છે. જ્યારે ગુજરાતીઓમાં ચોખા અને મગની દાળની ખિચડી બનાવાય છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને સૌથી ભોગ્ય ખોરાક કોઈ હોય તો તે ખિચડી છે. શું તમને ખબર છે કે કેવી રીતે બની હતી પ્રથમ વાર ખિચડી.. જે  આજે ઘર ઘરનું પસંદગીનું ભોજન…

કહેવાય છે કે સૌ પ્રથમ વાર ખિચડી ગુરુ ગોરખનાથે બનાવી હતી. ખિલજીના આક્રમણના સમયે સંઘર્ષનો સામનો કરી રહેલા નાથ પંથીઓ માટે ભોજનની વ્યવસ્થામાં મુશ્કેલીના ઉકેલ માટે એક વાર ભિક્ષામાં મળેલી મગની દાળ અને ચોખાને ભેગા કરી ધોઈને પાણી-મીઠું નાંખી બાફી નાંખ્યા. ખિચડી તૈયાર થઈ ગઈ. નાથ પંથીઓએ ખિચડી ખાઈને ભારે સંઘર્ષ વેઠ્યો હતો. ખિલજીના સૈનિકોને પોતાના વિસ્તારમાંથી ભગાડવામાં તે સફળ રહ્યાં હતા. આજે પણ ખિચડીનો મહિમા છે. અનેક ઘર એવા છે કે જ્યાં રોજ સાંજે ખિચડી તો અચૂક બને છે.

ખિચડી જો જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો તે કેતુનું ધાન છે. કહેવાય છે કે કાચી ખિચડીનું કોઈ બાળકી કે સૌભાગ્યવતી સ્ત્રીને દાન કરી દેવાથી કેતુ દોષ સમાપ્ત થઈ જાય છે. કેતુ એ આધ્યાત્મનો પણ કારક છે. તેથી અધ્યાત્મમાં પણ ખિચડીનો મહિમા છે. ખિચડી પિત્તનું શમન કરે છે. શરીરના પિત્ત જન્ય દોષો શમી જવાથી સ્વાસ્થ્ય લાભ આપે છે.

ખિચડીમાં જરૂરી પોષક તત્વો હોય છે તે દૂધ, છાશ કે દહીં જે સાથે ખાવા ઈચ્છો તે સાથે ખાઈ શકો છો. કહેવાય છે કે કોઈ દોષ ભોગવતા હોય તો ખિચડી ખાવાથી તેમાંથી છૂટકારો થાય છે.

જ્યારે અધ્યાત્મમાં તમે ઉંચાઈ પહોંચવા માંગતા હોય ત્યારે સાદુ અને સાત્વિક ભોજન કે જેમાં તેલ મસાલા ન હોય તો ખિચડી સૌથી શ્રેષ્ઠ ખોરાક છે. તો ચાલો ખિચડી ખાઈએ અને તેનો મહિમા ગાઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન