ગુરૂ થયો માર્ગી, જાણો કંઇ રાશિના જાતકોને થશે લાભ અને નુકસાન - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ગુરૂ થયો માર્ગી, જાણો કંઇ રાશિના જાતકોને થશે લાભ અને નુકસાન

ગુરૂ થયો માર્ગી, જાણો કંઇ રાશિના જાતકોને થશે લાભ અને નુકસાન

 | 3:28 pm IST

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધન-વૈભવ, સુખ સંપત્તિના કારક દેવગુરૂ ગુરૂ માર્ગી થઈ રહ્યો છે. બૃહસ્પતિ માર્ગી હોવાને કારણે તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. જે રાશિના લોકો પર ભગવાનની કૃપા રહે છે તેમનું ભવિષ્ય ચમકી ઉઠે છે. ભૌતિક સુખના કારક બૃહસ્પતિ 11 જુલાઈના રોજ માર્ગી થઈ ગયો છે.

મેષ: મેષ રાશિના જાતકોને બૃહસ્પતિના માર્ગી હોવાને કારણે ભાગ્યનું સાથ મળશે, સાથે-સાથે કરિયર અને વ્યક્તિગત કામોમાં પ્રમોશન મળશે.

વૃષ: આ રાશિના જાતકોને પોતાના કર્મોના પ્રભાવમાં ઘટાડો આવી શકે છે. તેમ છતાંય તમારી મહેનત રંગ લાવશે. વેપાર અને કેરિયરમાં સફળતા મળશે.

મિથુન: મિથુન રાશિના જાતકોને શુભ સમાચારો મળી શકે છે. સફળતાના યોગ છે.

કર્ક: કેટલીક હદ સુધી તમારા માટે ગુરૂનું માર્ગી થવું શુભ સાબિત થઇ શકે છે. આર્થિક જીવનમાં મુશ્કેલીઓ આવશે પરંતુ તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. પણ સ્વાસ્થ્ય ઉપર-નીચે રહી શકે છે. કામનો બોજ રહેશે.

સિંહ: ખરાબ આર્થિક સ્થિતિમાં સુધાર થશે. મન ગમતી સફળતા મળશે. અઠવાડિયાના અંત સુધીમાં કરિયર અને વેપારમાં પરિવર્તન આવી શકે છે. પરિવારના સભ્યો તરફથી ખુશીઓ મળશે.

કન્યા: તમારા પૂર્વ પ્રયાસોનr હકારાત્મક અસર આ અઠવાડિયે જોવા મળશે. આવકમાં વધારો થવાની સાથે-સાથે આર્થિક સ્થતિમાં સુધાર થવાની શક્યતા છે.

તુલા: તમારા માટે આ અઠવાડીયું દરેક કામોમાં સારું પ્રભાવ નાંખશે. સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ તમને પ્રયત્નોમાં સફળતા મળશે. સ્વાસ્થય સારું રહેશે.

વૃશ્ચિક: બધુ જ સામાન્ય અને સરળતાથી પૂરું થશે છતાંય થોડી ચિંતા રહેશે. અઠવાડિયાના અંત સુધીમાં સકારાત્મક પરિણામ આવ્યા પછી ખુશી મળશે.

ધન: થોડીક શારીરિક અસ્વસ્થતાને લીધે મન અશાંત રહેશે પણ અઠવાડિયાના અંત સુધીમાં બધું સામાન્ય થઈ જશે. શિક્ષણના ક્ષેત્રે કેરિયર ગ્રાફમાં વૃદ્ધિ થશે. પ્રોફેશનમાં ચોંકવનારૂં પરિવર્તન થવાની શક્યતા છે.

મકર: કેરિયરમાં સફળતા મળશે, આવક અને પરિવારના બાબતે આ અઠવાડિયું તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થશે.

કુંભ: ઓફિસમાં સાથીઓનો સહકાર મળશે. અચાનક ધન લાભ થવાની શક્યતા છે.

મીન: સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ અને કાર્યસ્થળ પર તનાવ રહેશે તેવી શક્યતા છે, પણ અઠવાડિયાના મધ્ય સુધીમાં પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે.