guru purnima 2019 on 16 th July lunar eclipse and Effect
  • Home
  • Astrology
  • 16 જુલાઈ ગુરૂપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ આ 5 રાશિનાં જાતકોની ચમકાવશે કિસ્મત

16 જુલાઈ ગુરૂપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ આ 5 રાશિનાં જાતકોની ચમકાવશે કિસ્મત

 | 9:42 am IST

16 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ સર્જાશે. આ દિવસે ગુરૂપૂર્ણિમા હોવાથી વિશેષ સંયોગ સર્જાશે. શાસ્ત્રો અનુસાર રાહૂ અને કેતુ બંને અશુભ ગ્રહ સૂર્ય તેમજ ચંદ્રને ગ્રસિત કરે છે આ સ્થિતિને ગ્રહણ કહેવામાં આવે છે. આ વર્ષના બીજા ચંદ્રગ્રહણથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થશે. નિષ્ણાંતો અનુસાર જ્યારે જ્યારે ચંદ્રગ્રહણ સર્જાય ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન થાય છે.

16 અને 17 જુલાઈના રોજ જે ચંદ્રગ્રહણ થશે તે રાત્રે 1.32 કલાકે શરૂ થશે અને સવારે 4. 31 કલાક સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સમય રાત્રે 1 કલાક અને 30 મિનિટથી સવારે 4 કલાક સુધીનો છે. આ ગ્રહણની અસર બારે બાર રાશિ પર અલગ અલગ તેનો પ્રભાવ પાડશે.

ચંદ્રગ્રહણના સમય દરમિયાન મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને નબળી સ્થિતિમાં મુકશે. આ ઉપરાંત વૃષભ, કર્ક અને ધન રાશિના જાતકોને મિશ્રિત ફળ પ્રાપ્ત થશે. પરંતુ 5 રાશિ એવી છે જેને મોટો ધનલાભ થઈ શકે છે. આ રાશિઓમાં મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકોની ધનપ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. કિસ્મત ખૂલી થશે અને ભાગ્યોદય થશે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને સાથે જ ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, પ્રશાંત હિંદ મહાસાગર અને અમેરીકાના કેટલાક ભાગમાં જોઈ શકાશે. ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર લાલ રંગ અથવા તો તાંબા જેવો દેખાશે. હિંદૂ શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણના પ્રભાવને શુભ માનવામાં નથી આવતો. તેનો પ્રભાવ વ્યક્તિ પર 108 દિવસ દરમિયાન રહે છે. ગ્રહણના સમય દરમિયાન મંદિર પણ બંધ કરી દેવામાં આવે છે અને પૂજા પણ થતી નથી. આ સમય દરમિયાન ભોજન કરવાનું ટાળવું અને ધારદાર વસ્તુનો ઉપયોગ કરવો નહીં.

અષાઢ માસની પૂનમના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સર્જાશે. આ ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણના દ્રશ્ય ત્રણ કલાક સુધી જોવા મળશે. ગ્રહણનો સમય ચાલતો હોય ત્યારે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ.

ગ્રહણ કાળ દરમિયાન મંત્ર જાપ, માનસિક પૂજા તેમજ ઈષ્ટદેવની આરાધના કરી શકાય પરંતુ દેવ મૂર્તિને સ્પર્શ કરવો નહીં કેમકે આ સમય દરમિયાન સુતક ચાલતુ હોય છે. તુલસી, લીમડો જેવી વનસ્પતિને સ્પર્શ કરવો નહીં. ગ્રહણ બાદ ઘર અને મંદિરને ગંગાજળ છાંટી શુદ્ધ કરવા. ગ્રહણ કાળ દરમિયાન ભોજન કરવું નહીં. કપડામાં સિલાઈ કામ કરવું નહીં. ગ્રહણ દરમિયાન ઘરમાંથી નીકળવું નહીં, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ.ચંદ્રગ્રહણ સમય દરમિયાન વાદ વિવાદથી બચવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન