guru pushya nakshatra shubh muhurat being made on for-shopping
  • Home
  • Astro
  • ધનતેરસ-દિવાળીના 6 દિવસ પહેલા કરો ખરીદી, ગુરુ પુષ્ય નક્ષત્ર ફળશે

ધનતેરસ-દિવાળીના 6 દિવસ પહેલા કરો ખરીદી, ગુરુ પુષ્ય નક્ષત્ર ફળશે

 | 1:01 pm IST
  • Share

  • ધનતેરસ-દિવાળીના 6 દિવસ પહેલા મહાશુભ મુહૂર્ત
  • 28 ઓક્ટોબરે ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરો ખરીદી
  • ગુરૂ પુષ્ય યોગમાં સોનું ખરીદવું શુભ

 

હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દિવાળી પહેલા ધનતેરસ પર ખરીદી કરવાને ખુબજ શુભ માનવામા આવે છે. પરંતુ આ વખતે તમે ધનતેરસ અને દિવાળી પહેલા ખરીદી કરી શકો છો, તે પણ મહાશુભ મુહૂર્તમાં. આ મહામુહૂર્ત 28 ઓક્ટોબરે આવશે. તે નક્ષત્રના રાજા ગુરુ પુષ્ય નક્ષત્ર છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકાશમાં કુલ 27 નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્ર (Pushya Nakshatra)ને સૌથી શુભ અને માંગલિક મનાય છે. પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ (Panchang) જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે.

ગુરૂ પુષ્ય યોગમાં સોનું ખરીદવું શુભ
સ્વર્ણનો સંબંધ સમૃદ્ધિ સાથે છે જેનો કારક ગ્રહ ગુરૂ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પ્રદાન કરનાર છે એટલે જ્યોતિષીય માન્યતા અનુસાર સોનાની ખરીદી ગુરૂ પુષ્યમાં કરવામાં આવે તો શુભ ફળ આપનાર છે. આ શુભ સંયોગમાં ભૂમિ, ભવન, વાહન અને લાંબા ગાળાનું રોકાણ કરવાને ઉત્તમ માનવામાં આવે છે.

ગુરુપુષ્ય યોગમાં ધર્મ, કર્મ, મંત્ર જાપ, ધાર્મિક વિધિઓ, મંત્ર દીક્ષા, વેપાર વગેરે શરૂ કરવાનું અત્યંત શુભ માનવામાં આવે છે, સૃષ્ટિના અન્ય શુભ કાર્યો પણ આ નક્ષત્રમાં શરૂ કરી શકાય છે.જ્યોતિષીઓના મતે આ વર્ષે સોનાના ઘરેણાં, જમીન-મકાન તેમજ જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી માટે ગુરુ પુષ્ય નક્ષત્ર 25 કલાક 57 મિનિટ રહેશે.

આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ ગુરુ-પુષ્યને વધુ વિશેષ બનાવી રહ્યા છે. આ દિવસે સોના-ચાંદી અને જમીન-મકાનની ખરીદી ખાસ કરીને નફાકારક માનવામાં આવે છે.
ગુરૂ પુષ્ય  નક્ષત્ર મુહૂર્ત

સપ્તમી તિથિ આરંભ: 28 ઓક્ટોબર સવારે 9.41થી
સપ્તમી તિથિ સમાપ્ત થાય છે: 29 ઓક્ટોબર સવારે 11.38 સુધી 

રવિ યોગ: 28 ઓક્ટોબર સવારે 9.30 સુધી

સર્વાર્થ સિદ્ધિ યોગ: 28 ઓક્ટોબર આખો દિવસ

ગુરુ પુષ્ય નક્ષત્રમાં શુભ સંયોગ અને ચોઘડિયા

સવારે 10.30 થી 12 લાભ

બપોરે 12.00 થી 1.30 સુધી

બપોરે 1.30 થી બપોરે 3 વાગ્યા સુધી અમૃત

સાંજે 4.30 થી 6 અમૃત

સાંજે 6.00 થી 7.30 ચલ

સાંજે 7.30 થી 9 સુધી ચલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો