કાલે ગુરુ પુષ્ય યોગ, જાણી લો પૂજા વિધિ અને મુહૂર્તનો સમય - Sandesh
  • Home
  • Astrology
  • કાલે ગુરુ પુષ્ય યોગ, જાણી લો પૂજા વિધિ અને મુહૂર્તનો સમય

કાલે ગુરુ પુષ્ય યોગ, જાણી લો પૂજા વિધિ અને મુહૂર્તનો સમય

 | 2:59 pm IST

આવતી કાલે માગશર વદ ચોથ, ગુરુવાર પર ગુરુ પુષ્ય યોગ સર્જાશે. પુષ્ય નક્ષત્ર અથવા યોગને અમરેજ્ય માનવામાં આવે છે. આ યોગમાં લગ્ન સિવાય દરેક શુભ કાર્ય કરી શકાય છે. આ યોગમાં સોના-ચાંદીની ખરીદી વર્ષભરની સમૃદ્ધિ આપે છે. જો કે આવી ખરીદી કરવી દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતી. જે વ્યક્તિ શુભ વસ્તુઓ ખરીદી ન શકતાં હોય તેઓ પણ પુષ્ય નક્ષત્રનો લાભ લઈ શકે છે. પુષ્ય નક્ષત્રનો લાભ લેવાનો શ્રેષ્ઠ ઉપાય છે લક્ષ્મી નારાયણની પૂજા.

આવતી કાલે ઘરમાં લક્ષ્મી નારાયણની પૂજા અહીં દર્શાવેલા શુભ મુહૂર્તમાં કરવી. પરંતુ ખાત ધ્યાન રાખવું કે આ પૂજા એવી તસવીરની કરવામાં આવે જેમાં ભગવાન વિષ્ણુ સમુદ્ધમાં શેષનાગની શૈયા પર બિરાજમાન હોય અને માતા લક્ષ્મી તેમની સેવામાં લીન હોય. ગુરુ પુષ્ય યોગમાં લક્ષ્મી-નારાયણની પૂજા કરવાથી ધન-ધાન્યની સંપન્નતા અને ઐશ્વર્યવાન જીવન મળે છે. આ સાથે જ ઘરમાં વ્યાપેલો ક્લેશ પણ દૂર થઈ જશે. તો હવે જાણો ખાસ પૂજાની વિધિ અને મુહૂર્તનો સમય.

પૂજા વિધિ
તમારું મુખ ઉત્તર દિશા તરફ રહે તે રીતે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની તસવીરની સ્થાપના મંદિરમાં કરવી. પૂજામાં પીળા વસ્ત્રનો ઉપયોગ કરવા. ગાયના ઘીમાં હળદર ઉમેરી અને દીવો કરવો. ભગવાન સમક્ષ સુગંધિત ધૂપ કરવો અને ભગવાનને પીળા રંગના ફૂલ ચઢાવવા. પ્રસાદમાં ચણાના લોટની મીઠાઈ ધરાવવી. પૂજા કર્યા પછી નીચે આપેલા મંત્રનો જાપ 108 વખત કરવો.

મંત્ર
શ્રીં સત્યલોકપાલકાય નમ:

પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત
બપોરના 14:05થી 15:05 સુધી

તમે કેટલાક ઉપાયો પણ કરી શકો છો. જેનાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે.
– ઐશ્વર્યવાન જીવન જીવવા માટે લક્ષ્મી-નારાયણની પૂજામાં મધનો ઉપયોગ કરવો અને પૂજા પછી તેને ગાયને ખવડાવી દેવું.
– પરિવારમાં ક્લેશ થતો હોય તો ભગવાનની આરતી કપૂરથી કરવી અને તેમાં પીળી સરસવના થોડા દાણા ઉમેરી દેવા.
– ધન-ધાન્ય સંપન્ન જીવન જીવવા માટે ભગવાનની પૂજામાં હળદરનો ઉપયોગ કરી તેનાથી તિજોરી પર ‘શ્રીં’ લખવું.