કાલે સર્જાશે ખાસ યોગ, સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા શુભ મુહૂર્તમાં કરો આ મંત્રોનો જાપ - Sandesh
  • Home
  • Astrology
  • કાલે સર્જાશે ખાસ યોગ, સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા શુભ મુહૂર્તમાં કરો આ મંત્રોનો જાપ

કાલે સર્જાશે ખાસ યોગ, સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા શુભ મુહૂર્તમાં કરો આ મંત્રોનો જાપ

 | 2:21 pm IST

દેવગુરુ બૃહસ્પતિને પુષ્ય નક્ષત્રના અધિષ્ઠાતા દેવતા માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર અત્યંત શુભ હોય છે. આ યોગ શુભતા વધારે છે એટલા માટે જ ગુરુ પુષ્ય યોગમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી અને અન્ય શુભ વસ્તુઓ ખરીદવા ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયો અને મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવતી કાલે એટલે કે 7 ડિસેમ્બરે પણ અતિશુભ એવો ગુરુપુષ્ય નક્ષત્રનો સંયોગ છે. આ દિવસ અત્યંત ખાસ હશે. આ નક્ષત્રમાં પૂજા-અર્ચના અને મંત્ર જાપ કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. દેવગુરુ બૃહસ્પતિ સમૃદ્ધિ, દાંપત્યસુખ અને સુખાકારી અર્પે છે. જેને જીવનમાં સ્થાયી કરવા માટે નીચે આપેલા મંત્રોનો જાપ આવતી કાલે અચૂક કરજો.

પૌરાણિક મંત્ર
વંદે બૃહસ્પતિં પુષ્યદેવતા માનુશાકૃતિમ્
સર્વાભરણ સંપન્નં દેવમંત્રેણ માદરાત્

વેદ મંત્ર
ॐ બૃહસ્પતે અતિયદર્યો અર્હાદ દુમદ્વિભાતિ ક્રતમજ્જનેષુ
યદદીદયચ્છવસ ઋતપ્રજાત તદસ્માસુ દ્રવિણ ધેહિ ચિત્રમ

ॐ પુષ્યાય નમ:

ॐ બૃહસ્પતયે નમ:

ઉપરોક્ત મંત્રોનો જાપ આવતી કાલે શુભ મુહૂર્તમાં કરવાથી રોગ, દરિદ્રતા, માનસિક અશાંતિ અને કષ્ટ દૂર થાય છે.