આ દિવસે ગુરૂ પુષ્ય યોગ, કેમ મનાય છે ખૂબ જ શુભ અને શું-શું ખરીદી કરી શકાય?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકાશમાં કુલ 27 નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્ર (Pushya Nakshatra)ને સૌથી શુભ અને માંગલિક મનાય છે. પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ (Panchang) જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે. 25 ફેબ્રુઆરીના રોજ ગુરૂવારે ગુરૂ પુષ્ય યોગ (Guru Pushya Yoga) બની રહ્યો છે અને આ દિવસે પૂજા પાઠ સિવાય ખરીદી કરવી પણ ખૂબ જ શુભ મનાય છે.
ઘર-વાહન ખરીદવા માટે શુભ છે ગુરૂ પુષ્ય યોગ
25 ફેબ્રુઆરીના રોજ ગુરૂ પુષ્ય યોગ દિવસ માગશર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ રહેશે અને ત્યારબાદ ચતુર્દશી લાગશે. આ દિવસે ચંદ્રમા પોતાની જ રાશિ કર્કમાં રહેશે તેનાથી પણ દિવસની શુભતા વધી જશે. ગુરૂવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવું ખૂબ જ શુભ મનાય છે. ખાસ કરીને ખરીદદારી માટે આ દિવસને ખૂબ જ મંગલકારી મનાય છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો ગુરૂ પુષ્ય યોગના દિવસે જમીન, ઘર, વાહન, સોના-ચાંદીના આભૂષણ વગેરે ખરીદવા પર શુભ ફળ પ્રાપ્ત થાય છે. સાથો સાથ આ દિવસે કોઇ નવો વેપાર પણ શરૂ કરી શકે છે. આ દિવસે ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ ખરીદવી પણ શુભ ફળદાયી હોય છે.
ભગવાન વિષ્ણુની સાથે જ કરો માતા લક્ષ્મીની પૂજા
ગુરૂ પુષ્ય યોગના દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) સિવાય વૈદિક વિધિની સાથે માતા લક્ષ્મી (Goddess Lakshmi)નું પણ પૂજન કરવું જોઇએ. તેમાં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આપને જણાવી દઇએ કે 25 ફેબ્રુઆરીના રોજ પહેલાં આ વર્ષે 28 જાન્યુઆરી 2021ના રોજ પણ ગુરૂ પુષ્ય યોગ બન્યો હતો અને હવે 25 ફેબ્રુઆરી બાદ ગુરૂ પુષ્ય યોગય સીધો દિવાળી પહેલાં 28 ઑક્ટોબરના રોજ બનશે અને પછી 25 નવેમ્બરના રોજ આખો દિવસ આ શુભ સંયોગ બની રહેશે.
ગુરૂ પુષ્ય યોગના દિવસ શુભ મુહૂર્ત
ગુરૂ પુષ્ય યોગ- 25 ફેબ્રુઆરી, ગુરૂવાર સવારે 6.55 વાગ્યાથી 1.17 વાગ્યા સુધી
આ વીડિયો પણ જુઓ : જનાદેશ.., 6 મનપાની ભાજપ તમામ બેઠક પર જીત તરફ આગળ ચાલી રહ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન