Gwalia Sweet Mart In Vastrapur Sealed By Ahmadabad Municipal Corporation
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં 2 કર્મચારી કોરોના પોઝિટિવ, AMCએ દુકાન સીલ કરી

અ’વાદ: વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં 2 કર્મચારી કોરોના પોઝિટિવ, AMCએ દુકાન સીલ કરી

 | 5:02 pm IST

વસ્ત્રાપુર સનરાઈઝ વિસ્તારમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટ દુકાનને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગ્વાલિયા સ્વીટ માર્ટ મીઠાઈની દુકાનમાં 2 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે ઓગસ્ટ મહિનો હોઈ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે, જેને પગલે દુકાન પર અનેક લોકો મીઠાઈ ખરીદવા આવ્યા હતા. અહીં એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ અત્યારે દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. ગ્વાલિયા સ્વીટને ક્વોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે.

…તો 100 ટકા રકમ પરત આપશે AMC

આ ઉપરાંત એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત સામાજિક કે ધાર્મિક સહિતના હેતુ માટે amc માલિકીના હોલ-પાર્ટીપ્લોટ બૂક કરાવનાર વ્યક્તિ 31 ડિસેમ્બર સુધી બૂકીંગ રદ્દ કરશે તો 100 ટકા રકમ પરત કરાશે. કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એએમસીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના અમદાવાદમાંથી ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. તો બીજી તરફ વેપાર ઘંધામાં કમાણી કરી લેવાનાં ઈરાદે વેપારીઓ પોતાની દુકાનોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું પણ ભૂલી રહ્યા છે.

તહેવારોની સીઝનમાં મિઠાઈની દુકાનો પર લોકોનો ધસારો

શહેરમાં એકતરફ દરરોજ 150થી વધુ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે ત્યારે હાલમાં તહેવારોના સમયમાં લોકો પ્રમાણમાં લોકો મીઠાઈ તેમજ અન્ય વસ્તુઓની ખરીદી કરતા જોવા મળશે. રક્ષાબંધન તેમજ આઠમ જેવા તહેવારમાં મીઠાઈઓની દુકાનોમાં લોકોની ભારે ભીડ જામતી હોય છે. ત્યારે આ દુકાનના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આટલા દિવસમાં કેટલા લોકો આ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા છે તે જાણવુ મુશ્કેલ છે. અને જો એમાથી કોઈ એકને પણ ચેપ લાગે છે તો લોકલ સંક્રમણનું જોખમ વધી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં કેટલાક દિવસોથી અમદાવાદમાં સખ્ત કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં અનેક દુકાનો અને મોલ સીલ

તાજેતરમાં અમદાવાદમાં અનેક દુકાનો તથા મોલને સીલ મારવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલ વન મોલ, મેમનગરમાં આવેલ મેકડોનલ્ડ અને પ્રહલાદ કોર્પોરેટર રોડ પર આવેલ સેવીયર ફાર્મસ્યુટીક્લ કંપની, શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ, બાપુનગર સ્થિત ટોરેન્ટ પાવરનુ વિજ બિલ કલેકશન સેન્ટર, પ્રહલાદ નગરમાં આવેલ રિલાયન્સ ડીજીટલ તથા સેજપુરમાં આવેલ ટોરેન્ટ પાવર બીલ કલેક્શન સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે.

આ વિડીયો પણ જુઓ: વસ્ત્રાપુર ખાતે આવેલું ગ્વાલિયા સ્વીટ્સ કરાયું બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન