Gym Look Photos Viral Of Malaika Arora
  • Home
  • Photo Gallery
  • Photos: મલાઇકાનો જીમ લૂક વાયરલ, બૂટની કિંમત જાણીને ઊડી જશે હોશ

Photos: મલાઇકાનો જીમ લૂક વાયરલ, બૂટની કિંમત જાણીને ઊડી જશે હોશ

 | 2:59 pm IST

અભિનેત્રી મલાઇકા અરોરા પોતાના ફેશન સેંસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેના ફૉટો ઘણા જ વાયરલ થતા રહે છે. શુક્રવારે તે બાન્દ્રામાં જીમ જતા જોવા મળી હતી. આ દરમિયાન તેનો જીમ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલાઇકાએ વ્હાઇટ કલરની ટી-શર્ટને બ્લેક કલરનાં પેન્ટ સાથે ટીપઅપ કર્યું હતુ. આ લૂકમાં તે ઘણી જ સ્ટનિંગ લાગી રહી હતી. તેણે પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે ન્યૂડ કલરની લિપસ્ટિક લગાવી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

આ દરમિયાન સૌથી વધારે જે ચર્ચામાં રહ્યા હતા તે હતા તેના શૂઝ. મલાઇકાએ જે બૂટ પહેર્યા હતા તેની કિંમત અંદાજે 1 લાખ છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો મલાઇકા અને અર્જુન કપૂરનાં અફેરની ચર્ચાઓ થઇ રહી છે. તાજેતરમાં ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા હતા. કરણ જોહરનાં શૉ ‘કૉફી વિથ કરણ’માં પણ અર્જુને પોતે રીલેશનશિપમાં હોવાની વાતનો ખુલાસો કર્યો હતો.