Gym Membership and Protein Supplements will be include in Health Insurance
  • Home
  • Sports
  • Cricket
  • હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર લોકો માટે ખુશખબર, હવે વીમા કવરમાં સામેલ થશે યોગ, Gymનો ખર્ચ

હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર લોકો માટે ખુશખબર, હવે વીમા કવરમાં સામેલ થશે યોગ, Gymનો ખર્ચ

 | 5:40 pm IST

હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર લોકોને ટૂંક સમયમાં તેમના વીમા પેકેજમાં યોગ કેન્દ્ર અને જીમની મેમ્બરશીપની ફીસ ભરવા અને પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદવા માટે પણ વાઉચર મળી શકે છે. ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA) લોકો વચ્ચે સ્વાસ્થ્યને લઈમ જાગરૂરકતા વધારવા માટે નવા દિશાનિર્દેશ રજૂ કરી રહ્યું છે.

ઈરડાએ સ્વાસ્થ્ય અને બચાવનાં ફીચર તેમજ ફાયદાઓ પર દિશાનિર્દેશવાળા એર પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેમાં તેઓએ કહ્યું કે, સ્વાસ્થ્ય વીમા આપવો અને તેના સાથે જોડાયેલ હોસ્પિટલ વીમાધારકોને બહારથી સલાહ અને ઉપચાલ, ઔષધિ, સ્વાસ્થ્ય તપાસ સંબંધિત વિશિષ્ટ સેવાઓ રજૂ કરી શકે છે.

ઈરડાના કહેવા પ્રમાણે, આ વીમાધારકોને બહારથી સલાહ, ઉપચાર, મેડિકલ તપાસ, પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદવા માટે વાઉચર તેમજ યોગ તથા જીમ જવા માટે વાઉચર ઉપલબ્ધ કરાવી શકે છે. પણ આ સુવિધાઓ આપવા પાછળ વીમા કંપની અલગથી ચાર્જ વસૂલ કરી શકે છે. જો કે આ સુવિધા આપવા પાછળ વીમા કંપની કેટલો ચાર્જ વસૂલશે તે અંગે કંપનીઓને સ્પષ્ટતા કરવી પડશે.

આ વીડિયો પણ જુઓઃ

ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા મામલે SCના ચુકાદાને આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન