H-1B visa issue: Indian immigrants protest in Washington
  • Home
  • Featured
  • H-1B વિઝા પર સસ્પેન્સન મુદ્દે ભારતીય ઇમિગ્રન્ટસનું વોશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન

H-1B વિઝા પર સસ્પેન્સન મુદ્દે ભારતીય ઇમિગ્રન્ટસનું વોશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન

 | 7:05 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા H-૧B, H-૪, H-૨B વિઝા તેમજ ત્ન ટ્વહઙ્ઘ ન્વિઝાને ડિસેમ્બર ૨૦૨૦ સુધી સસ્પેન્ડ કરવાની જાહેરાતનાં થોડા દિવસ પછી H-૧B વિઝા ધરાવતા ભારતીયોનાં ગ્રૂપ દ્વારા વોશિંગ્ટન ડીસીમાં વિરોધ પ્રદર્શન તેમજ દેખાવો યોજવામાં આવ્યા હતા.ભારતીય  ઇમિગ્રન્ટસ કે જેઓ H-૧B વિઝા ધરાવે છે તેમનાં દ્વારા ઇમિગ્રેશન કાયદામાં જે લોકો કાયદેસર રીતે અમેરિકામાં રહે છે તેમને લાભ થાય તે રીતે સુધારો કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

દેખાવકારોએ હાથમાં ”હેટ હેઝ નો હોમ હિયર”, ”સેનેટર ર્ડિબન હેટ્સ ઇન્ડિયન ઇમિગ્રન્ટસ” ”રેસિઝમ ઇઝ અ ડિસીઝ” જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ રાખ્યા હતા. આ સમાનતા રેલીમાં ભારતીય ઇમિગ્રન્ટસ તેમજ મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ ઇમિગ્રન્ટસ વર્ષોથી ટેક્સ ચૂકવે છે. ઇમિગ્રેશન વોઇસનાં પ્રેસિડેન્ટ અમન કપૂરે કહ્યું કે જે ભારતીય ઇમિગ્રન્ટસ અમેરિકામાં રહે છે તેમને કાયદાકીય રીતે સમાન હક આપવામાં આવતા નથી.

ગ્રીન કોર્ડ બેકલોગ વહેલી તકે દૂર કરવા માગણી

ગ્રૂપ દ્વારા ગ્રીન કાર્ડનો બેકલોગ વહેલામાં વહેલી તકે દૂર કરવામાં માગણી કરાઈ હતી. ભારતીયોને નોકરી આધારિત ગ્રીન કાર્ડ મેળવતા વર્ષો નીકળી જાય છે તેની ફરિયાદ કરાઈ હતી. ૧ ઓક્ટોબરથી શરૂ થતા અમેરિકાનાં નવા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા H-૧B વિઝાને ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરવાથી ભારતમાં કુશળ આઈટી વ્યવસાયીઓને માઠી અસર થશે. તેમણે સ્ટેમ્પિંગ માટે હવે ડિસેમ્બરનાં અંત સુધી રાહ જોવી પડશે. જે લોકો H-૧B વિઝા રિન્યૂ કરાવવા માગે છે તેમને પણ માઠી અસર પડશે. અમેરિકાનાં ટોચનાં સાંસદોએ આ નિર્ણય પાછો ખેંચવા ટ્રમ્પને અનુરોધ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના 1.59 કરોડથી વધુ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન