સાવધાન ! હેકર્સોએ બનાવી RBIની નકલી વેબસાઈટ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સાવધાન ! હેકર્સોએ બનાવી RBIની નકલી વેબસાઈટ

સાવધાન ! હેકર્સોએ બનાવી RBIની નકલી વેબસાઈટ

 | 3:58 pm IST

જો તમે RBIની વેબસાઈટનો ઉપયોગો કરતાં હોય તો બેંકે તમારા માટે ચેતવણી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે હેકર્સો દ્વારા RBIની નકલી વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. જે RBIના નામે ચાલે છે. બેંકે નકલી વેબસાઈટનું URL પણ જાહેર કર્યું છે. તેના પર કામકાજ કરતાં ચેતજો.

રિઝર્વબેંકના ચીફ જનરલ મેનેજર જોસ જે કટ્ટૂરે પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કેટલાંક અજ્ઞાત લોકો દ્વારા www.indiareserveban.org યુઆરએલ થકી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નકલી વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટ એકદમ  રિઝર્વ બેંકની અસલી વેબસાઈટ જેવી જ દેખાય છે.

નકલી વેબસાઈટના હોમ પેજ પર બેંક વેરીફિકેશન વીથ ઓનલાઈન એકાઉન્ટ હોલ્ડર્સ નામથી સેક્શન બનાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ કોલમ બેંકિંગ ગ્રાહકોની ગોપનીય અને વ્યક્તિગત ડિટેઈલ પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે માહિતી શેક કરતાં પહેલા તેનાથી ચેતજો.

આ છે અસલી વેબસાઈટ
રિઝર્વ બેંકની અસલી વેબસાઈટ  https://www.rbi.org.in છે. જેને બેંક દ્વારા શેર કરવામાં આવી છે.

બેંક દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તમારી વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર ન કરવી. બેંક દ્નારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંક દ્વારા ગ્રાહકની વ્યક્તિગત માહિતી ક્યારેય માંગવામાં નથી આવતી. બેંક દ્વારા માંગવામાં આવતી આવી કોઈ જાણકારી આપવી એ વ્યક્તિને નાણાકિય નુકસાન કરી શકે છે. અથવા એ વિગતોનો દૂરપયોગ કરવામાં આવી શકે છે. માટે તમારી વ્યક્તિગત માહિતી કોઈની સાથે પણ શેર ન કરો.