Had info on Attack but didnt take Adequate P recautions : Sri Lankan PM
  • Home
  • Featured
  • ભારતની વાત અવગણવી શ્રીલંકાને ભારે પડી, ખુદ PM વિક્રમસિંઘેએ કર્યો સ્વિકાર

ભારતની વાત અવગણવી શ્રીલંકાને ભારે પડી, ખુદ PM વિક્રમસિંઘેએ કર્યો સ્વિકાર

 | 8:44 pm IST

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જો શ્રીલંકાએ ભારતની વાત માની હોત તો તે ભયવહ આતંકી હુમલાથી બચી શક્યું હોય અને મોટી જાનહાની અને માલહાની વેઠવાનો વારો ના આવ્યો હોત. ખુદ શ્રીલંકાના વડાપ્રધાને પણ આ વાતનો સ્વિકાર કર્યો છે.

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ તેની પર મહોર મારી દીધી છે. રાનિલ વિક્રમસિંઘે જણાવ્યું હતું કે, તપાસ એજન્સીઓ પાસે આ પ્રકારના હુમલાનો અંદેશો પહેલાથી જ હતો. પરંતુ તેઓએ ન તો એ જાણકારી શેર કરી અને ન તો તેની પર કોઈ મજબૂત પગલાં લીધા. સરકાર તેની તપાસ કરશે કે પહેલાથી પુરતી માહિતી હોવા છતાંય સાવધાની કેમ ન રાખવામાં આવી. દેશની કેબિનેટને પણ તેની જાણકારી નથી આપવામાં આવી.

તેમણે કહ્યું કે, આ ઘટના પાછળ જે લોકોના નામ સામે આવ્યા છે, તે સ્થાનિક છે. પરંતુ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેની પાછળ કોઈ વિદેશી કનેક્શન તો નથી ને. વડાપ્રધાને સ્વકાર્યું કે, સંભવિત હુમલાની જાણકારી પહેલાથી હતી. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે, સરકારની પહેલી પ્રાથમિકતા તેની પાછળના તમામ આતંકવાદીઓને પકડવાના છે. એ સુનિશ્ચિત કરવાનું છે કે ફરી અવી ઘટનાઓ ન બને.

ઇન્ટેલિજન્સ એજન્સી અનુસાર નેશનલ તૌહીદ જમાતના જહરાન હાસિમ અને તેના સાથીઓએ મળીને આત્મઘાથી હુમલાને અંજામ આપવાની યોજના બનાવી હતી. આ સમગ્ર હુમલો કરતાં પહેલા તેઓએ તેના માટે એક રિહર્સલ કર્યું હતું. સાથોસાથ 16 એપ્રિલે વિસ્ફોટકથી ભરેલી એક મોટરસાઇકલ પણ કતાંનકુડીની પાસે છોડી દેવામાં આવી હતી.

આતંકવાદીઓએ 22 એપ્રિલ પહેલા કે બાદમાં હુમલાઓ કરવાની યોજના બનાવી હતી. આ ઉપરાંત તેમણે રેકી કરીને એવા 8 સ્થળો (જેમાં ચર્ચ અને હેટલ હતા) તે પસંદ કર્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો આવે છે. આ બાબતની જાણકારી નવી દિલ્હીથી કોલંબોને 4 એપ્રિલે જ આપી દેવામાં આવી હતી.

શ્રીલંકાના પોલીસ ચીફ પુજુથ જયાસુંદરાએ 11 એપ્રિલે જ એક ચેતવણી ઉચ્ચ અધિકારીઓને આપી હતી. તે મુજબ એક વિદેશ તપાસ અજેન્સી અનુસાર નેશનલ થોહીથ જમાત (એનટીજે) આત્મઘાતી હુમલાખોરોને દેશના મુખ્ય ચર્ચોમાં મોકલીને બ્લાસ્ટનું કાવતરું રચી રહી છે. તેની સાથે જ એનટીજેના નિશાના પર કોલંબોમાં સ્થિત ભારતીય એમ્બેસી પણ છે. એનટીજે એક મુસ્લિમ સંગઠન છે. આ સંગઠન તે સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેઓએ બુદ્ધની મૂર્તિઓને તોડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન