પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશ કરશે હાફિઝ સઈદનો પક્ષ - Sandesh
NIFTY 11,041.75 +33.70  |  SENSEX 36,604.46 +84.50  |  USD 68.5350 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશ કરશે હાફિઝ સઈદનો પક્ષ

પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશ કરશે હાફિઝ સઈદનો પક્ષ

 | 4:01 pm IST

ભારતના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશ માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે સ્થાનિક ચૂંટણી માટે ચૂંટણીપંચને આદેશ આપ્યો છે કે તેઓ સઈદની પાર્ટીનું નામાંકરણનો સ્વીકાર કરે.

સઈદના રાજકીય પક્ષનું નામ મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) છે જેને હવે પાકિસ્તાન ચૂંટણી પંચે પણ પરવાનગી આપવાની રહેશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ રીતે મિલ્લી મુસ્લિમ લીગને પાકિસ્તાન ચૂંટણી પંચ પાસે રજીસ્ટ્રેશન કરાવવાની પરવાનગી આપી દીધી છે. જો કે અગાઉ પાકિસ્તાન ચૂંટણીપંચે એમએમએલને પરવાનગી આપવાની મનાઈ ફરમાવી હતી. જે પછી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

અત્રે નોંધનીય છે કે, એમએમએલ પ્રતિબંધ લગાવવામાં આવેલી લશ્કર-એ-તૈયબા(એલઇટી) અને જમાત-ઉદ-દાવા(જેયૂડી)ની જ એક શાખા છે. આ સંગઠનોએ 2001માં ભારતીય સંસંદ પર અને 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો. તેમજ મુંબઈ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જમાત-ઉદ-દાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત ભારત અમેરિકા સહિત ઘણાં દેશોમાં એલઈટી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

એમએમએલ રાજકીય પક્ષ તરીકે પોતાની માન્યતા ઈચ્છતું હતું કેમકે તેના દ્વારા તે દેશની ચૂંટણીઓમાં ભાગ લેવા માંગે છે. તે સમયે પાક. ગૃહ મંત્રાલયે ચૂંટણીપંચને પત્ર લખીને ઘણાં આતંકવાદી સંગઠનોની સાથે એમએમએલની નીક્ટતા હોવાના પગલે તેનું રજીસ્ટ્રેશન સ્વીકારવાની મનાઈ ફરમાવી હતી.

હદ તો ત્યાં થઈ ગઈ હતી કે ગત્ત વર્ષે પાકિસ્તાનમાં આંતરિક મંત્રાલયના વિરોધ હોવા છતાં જમાત-ઉદ-દાવાના અમીર હાફીઝ સઈદે નવાઝ શરીફના સંસદીય ક્ષેત્રમાં પોતાની રાજકીય ઓફિસ ચાલું કરી દીધી હતી. રાજકીય પક્ષ બનાવવા અંગે લાંબા સમયથી જમાત-ઉદ-દાવા તરફથી કહેવામાં આવ્યું હતું.