Video : વર્ષો બાદ ભોળાનાથનું આ મંદિર પાણીમાંથી દેખાયું બહાર, લોકો જાય છે દર્શનાર્થે - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : વર્ષો બાદ ભોળાનાથનું આ મંદિર પાણીમાંથી દેખાયું બહાર, લોકો જાય છે દર્શનાર્થે

Video : વર્ષો બાદ ભોળાનાથનું આ મંદિર પાણીમાંથી દેખાયું બહાર, લોકો જાય છે દર્શનાર્થે

 | 4:10 pm IST

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી, આ નદી ઉપર કેવડીયા પાસે સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. જેના ઉપર ગેટ મૂકવાનું કામ થોડા સમય પહેલા જ પૂરું કરવામાં આવ્યું હતું. આ ગેટ મૂકવાથી નદીમાંથી પાણી છોડવાનું સાવ ઓછું થઈ ગયું છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમની જળ સપાટી 138 મીટર કરતાં પણ વધુ થઈ હતી. તેમ છતાં સરદાર સરોવર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પાણી ખૂબ ઓછું થઈ ગયું છે.

સરદાર સરોવર ડેમથી 70 કિલોમીટર દૂર છોટા ઉદેપુર જીલ્લાના અને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા સરદાર સરોવર ડેમમાં આખું હાફેશ્વર ગામ ડૂબાણમાં ગયું હતું. આ ગામના લોકોને વિસ્થાપિત કર્યા હતા. આ ગામમાં એક શિવાલય આવેલું હતું. જ્યાં શ્રધ્ધાળુઓ આવતા હતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, અને માત્ર મંદિરની ધજાની ટોચ જ નજરે પડતી હતી. પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા નર્મદા કેનાલ દ્વારા સરદાર સરોવર ડેમનું પાણી કચ્છ, કાઠીયાવાડ અને કેટલાક શહેરોમાં આડેધડ રીતે પહોચાડતા સરદાર સરોવર ડેમ ઉનાળો શરૂ થયા પહેલા જ ખાલી થઈ જાય તેવી ભીતી સેવાઈ રહી છે.

હાફેશ્વર ખાતે દ્રશ્યો દ્વારા જોઈ શકાય છે કે અહીયાં નાના ડુંગરો પર પાણીના નિશાન દેખાય છે. હાલ આ પાણી લગભગ 50 થી 60 ફૂટ જેટલું ઓછું થઇ ગયું છે. ડૂબાણમાં ગયેલા હાફેશ્વર ગામના વીજ થાંભલા પણ પાણીમાં ગરકાવ થયા હતા. તે પણ હાલ દેખાઇ રહ્યા છે. મહત્વની વાત એ છે કે હાફેશ્વરનું પ્રખ્યાત શિવાલય કે જે વર્ષોથી પાણીમાં ગરકાવ હતું તે લગભગ વીસથી પચીસ ફૂટ જેટલું પાણીમાંથી બહાર દેખાઈ રહ્યું છે. મંદિરના મોટા ગુંબજ સહિત નાના ગુંબજો પણ ખુલ્લા થઇ ગયા છે. જેને લઇને શ્રધ્ધાળુઓ હાફેશ્વરખાતે આવીને બોટમાં બેસીને મંદિરે જઈને શંકર ભગવાની પૂજા અર્ચના કરતાં નજરે પડે છે.