હાફિઝ સૈયદની ધમકીઃ જુઓ હવે પાકિસ્તાન જવાન કેવીરીતે કરે છે સર્જિકલ સ્ટ્રાઈક - Sandesh
  • Home
  • Main News
  • હાફિઝ સૈયદની ધમકીઃ જુઓ હવે પાકિસ્તાન જવાન કેવીરીતે કરે છે સર્જિકલ સ્ટ્રાઈક

હાફિઝ સૈયદની ધમકીઃ જુઓ હવે પાકિસ્તાન જવાન કેવીરીતે કરે છે સર્જિકલ સ્ટ્રાઈક

 | 7:59 pm IST

મુંબઈમાં 26-11ના હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદે શુક્રવારે ભારતે પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે ભારતને ધમકી ભર્યો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે પાકિસ્તાન આ હુમલાનો કેવો ખતરનાક જવાબ આપે છે તે તમે જોજો.  એટલો ખતરનાક હશે તેમનું સહયોગી અમેરિકા પણ તેમની મદદ મટે આવી નહિં શકે.

હાફિઝ સઈદે એક કોમેન્ટ પણ ટ્વીટર પર પોસ્ટ કરી હતી. તેના ટ્વીટર એકાઉન્ટ @HafizSaeednow દ્વારા તે પોસ્ટ કરવામાં આવી હતી. પણ આ પોસ્ટ તે  જૈશ એ મોહમ્મદના વડા તરફ તેનો ઈશારો હોવાનું માનવામાં આવે છે.

https://twitter.com/HafizSaeedNow/status/781801242158886912

તેણે ધમકી આપતા મથાળા હેઠળ લખ્યું હતું કે ‘ભારતીય આક્રમણ – પાકિસ્તાન બદલો’, સઈદે દાવો કર્ય છે કે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી. અને ઉમેર્યું હતું કે ભારતે ઓપરેશનનો ડ્રામા કર્યો છે. જેને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.

કાશ્મીર વિશે સઈદે નવાજ શરીફને પાકિસ્તાની લશ્કરને પૂરેપૂરી સ્વતંત્રતા આપવા કહ્યું હતું  અને ભારતીય મીડિયાને કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક કેવી હોય તે તમે જોજો. તેમ કહીને સઈદ સહિતના સભ્યોએ લાલ કિલા સહિતના ફોટા સાથેનું પોસ્ટર સાથે રાખ્યું હતું. તેણે એવો દાવો કર્યો હતો કે કાશ્મીરની સ્વતંત્રતા સાથે  જ ભારત અનેક ટૂકડાઓમાં વિખેરાઈ જશે. તેણે સાથે સાથે જે લોકો નદીઓના વહેણને પાકિસ્તાન જતું અટકાવવાની વાત કરે છે તેને ચેતવણી આપી હતી.  ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સમજૂતિ અંગે તાજેતરમાં એક રિવ્યુ બેઠક યોજી હતી. તેઓ પશ્રિમી નદીઓ સિંધુ, જેલમ અને ચીનાબના પૂરેપૂરા પાણીનો ઉપયોગ કરવાનો વિચાર કરતા હોવાનું કહેવામાં આવ્યું હતું.

હાફિઝે દાવો કર્યો હતો કે ભારત ઉરી હુમલામાં 20સેનિકો માર્યા ગયા હોવાન દાવો કરે છે પણ સાચો આંકડો 177થી પણ વધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન