હૈમા વાવાઝોડાના પગલે ચીને આપી ચેતવણી, ટ્રેન અને પ્લેન સેવાઓને થશે અસર - Sandesh
  • Home
  • World
  • હૈમા વાવાઝોડાના પગલે ચીને આપી ચેતવણી, ટ્રેન અને પ્લેન સેવાઓને થશે અસર

હૈમા વાવાઝોડાના પગલે ચીને આપી ચેતવણી, ટ્રેન અને પ્લેન સેવાઓને થશે અસર

 | 8:24 pm IST

ચીનના દક્ષિણી શેનઝેન શહેરમાં શુક્રવારે હૈમા વાવાઝોડા આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને લોકોને બહાર ન જવા ચેતવણી આપવામાં આવી છે. સાથોસાથ કાર્યાલયો, કારોબારી સંસ્થાઓ, સ્કૂલોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્થાનીય અધિકારીઓએ જણાવ્યુ કે શેનઝેનના મોસમ વિભાગના જણાવ્યા અનુસાર હૈમા વાવાઝોડું આવવાને કારણે કલાકના 117 કિલોમીટર પ્રતિ કલાકની  ઝડપથી પવન ફૂંકાશે અને 100 મિલીમીટરથી વધું વરસાદ થશે.

શહેરીજનોને ઘરોમાં જ રહેવા સૂચના આપી છે તેમજ સમગ્ર શહેરમાં સ્થિતિથી બચીને રહેવા સુરક્ષિત જગ્યાઓ પર રહેવાની સૂચા આપવામાં આવી છે.

સરકારી શિન્હુઆ સમાચાર એજન્સીએ ગુરુવારે રાતે આપેલા અહેવાલો અનુસાર ગુઆંગદોંગ પ્રાંતના શેનઝેનમાં ઈમરજન્સીની સ્થિતિથી નિપટવા માટે એક ઉચ્ચસ્તરીય બચાવ કાર્યની વ્યવસ્થા કરવામાં આવી છે. હૈમા આ વર્ષે દેશમાં આવનારું 22મું તોફાન હશે. હૈમાને કારણે પહેલા જ  ગુઆંગદોંગ, જિયાંગ્શી, ફુજિયાન અને ગુઆંગ્શીમાં રેલ સેવાઓને અટકાવી દેવામાં આવી છે.  ગુઆંગઝોઉ રેલવે  કોર્પોકેશન અનુસાર ગુઆંગઝ શેનઝેન અને હોંગકોંગની વચ્ચે આજે કોઈ ટ્રેન સેવા નહિં ચાલે.

જિયાંગ્શીના નાનચાંગ રેલવે બ્યૂરોએ જણાવ્યું કે જિયાંગ્શી અને ફુજિયાન માર્ગમાં ચાલનારી મુખ્યત્વે 85 ટ્રેનોના આવાગમન પર રોક લગાવી દેવામાં આવી છે.ગુઆંગ્શીમાં રેલવે અધિકારીઓએ ગુઆંગદોંગના મુખ્ય શહેરોમાં ગુરુવારે અને શુક્રવારે  20 ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. આ સિવાય શેનઝેન એરપોર્ટ પરથી 76 વિમાનોની ઉડાન રદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન