hair care tips how to apply shampoo on hair
  • Home
  • Fashion & Beauty
  • TIPS: વાળ ધોયા બાદ આ રીતે સૂકવશો તો રહેશે મજબૂત

TIPS: વાળ ધોયા બાદ આ રીતે સૂકવશો તો રહેશે મજબૂત

 | 11:43 am IST
  • Share

  • વાળને શેમ્પૂથી ધોતા પહેલા કરી લો સ્ટીમ

  • સ્ટીમ કર્યા બાદ વાળને હળવા હાથે કરો મસાજ

  • નોર્મલ પાણીથી વાળને ધૂઓ અને રોજ ધોવાનું ટાળો

 

 

વાળને સારા અને સિલ્કી બનાવી રાખવા માટે વાળની દેખરેખ જરૂરી છે. ખોટી રીતે વાળને ધોવાથી અને વધારે પડતી હેર પ્રોડક્ટને યૂઝ કરવાથી વાળ ડેમેજ થવા લાગે છે. તેનાથી વાળને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે. વાળ સૂકાવવા લાગે છે. વાળને ડેમેજ થતા અટકાવવા માટે ખાસ ઉપાયો જરૂરી છે.

 

વાળ ધોવાની આ છે સાચી રીત

વાળને શેમ્પૂથી યોગ્ય રીતે ધોવા જરૂરી છે. આવું ન કરવાથી વાળ ડેમેજ થઈ શકે છે. વાળને શેમ્પૂથી ધોતા પહેલા તેને સ્ટીમ કરી લેવા પણ જરૂરી છે. સ્ટીમ કર્યા બાદ વાળને હળવા હાથે મસાજ કરો. વાળ ધોવા માટે ન તો ઠંડું પાણી અને ન તો ગરમ પાણીનો ઉપયોગ કરો. તેનાથી વાળ સૂકાશે નહીં. નોર્મલ પાણીથી વાળને ધૂઓ અને સાથે જ રોજ ધોવાનું ટાળો. અઠવાડિયામાં 2 વાર વાળ ધૂઓ તે યોગ્ય છે.

 

આ રીતે કરો કંડીશનરનો ઉપયોગ

શેમ્પૂ કર્યા બાદ વાળમાં કંડીશનર લગાવી લો પણ વધારે કંડીશનર લગાવવાનું ટાળો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર વાળને ડીપ કંડીશનિંગ કરો. ધ્યાન રાખો કે કંડિશનિંગ જરૂરી છે. કંડીશનરને ક્યારેય સ્કેલ્પ પર ન લગાવો. તેનાથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

વાળને આ રીતે સૂકવો

વાળને ધોયા બાદ કંડિશનિંગ કર્યા બાદ તેને સૂકવવા જરૂરી હોય છે. હંમેશા કોટન ટોવેલથી વાળને સારી રીતે સૂકવો. તેનાથી વાળની નરમાશ કાયમ રહે છે. વાળ તૂટશે નહીં. વાળને રૂમાલથી જોરથી ન ધસો અને સાથે વારેઘડી ડ્રાયરનો ઉપયોગ ન કરો. હીટથી વાળને નુકસાન થાય છે.

 

હેર કેયર પ્રોડક્ટના ઉપયોગથી બચો

વધારે પડતા હેર કેયર પ્રોડક્ટનો ઉપયોગ જેવા કે જેલ, હેર સ્પ્રે યૂઝ કરવાથી વાળ ડેમેજ થાય છે. તેનાથી વાળના પોર્સ બંધ થઈ જાય છે અને હેરફોલ થવા લાગે છે.

વાળને વધારે સમય સુધી ન ધૂઓ

વાળને વધારે સમય સુધી ન ધૂઓ. વધારે સમય વાળ ભીના રહેશે તો તે મૂળમાંથી નબળા પડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો