Hair Care Tips How To Get Shiny And Silky Hair
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • નિસ્તેજ થઈ ગયેલા વાળને મુલાયમ બનાવતા ઘરેલુ ઉપચાર

નિસ્તેજ થઈ ગયેલા વાળને મુલાયમ બનાવતા ઘરેલુ ઉપચાર

 | 4:00 pm IST
  • Share

વાળ ડેમેજ અથવા તો ડ્રાય થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ડેમેજ થઇ ગયેલા વાળને રિપેર કરી તેને મુલાયમ કરી શકાય છે. એ માટે મોંઘી કેમિકલયુક્ત પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી. ઘરના રસોડામાં એવી ઘણી સામગ્રી ઉપલબ્ધ છે જે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

માખણથી હેર મસાજ: ઘરે બનાવેલા માખણનો ઉપયોગ હેર મસાજ કરવામાં કરો. ઘરમાં માખણ ન હોય તો ડેરીમાં મળતું તાજું માખણ વાપરી શકો. માખણથી વાળમાં મસાજ કરો ત્યારે વાળ કોરા હોવા જોઇએ. તાળવાથી લઇને વાળની લેન્થ સુધી મસાજ કરવાનું છે. માખણ વાળનાં મૂળ સુધી પહોંચી જાય પછી શાવર કેપથી વાળને કવર કરી લો અને અડધો કલાક સુધી રહેવા દો. પછી વાળને હૂંફાળા પાણીથી ધોઇ લો અને  શેમ્પૂ કરી લો. વાળમાં જરાય ચીકાશ ન રહે તેનું ધ્યાન રાખો. આવું મહિનામાં બે વખત કરી શકો છો.

ચાથી કરો હેર વોશ: સવારે એર્નજી બુસ્ટરનું કામ કરતી ચા બધાનાં ઘરમાં હોય જ છે. એક કપ ચા તૈયાર કરો. એમાં દૂધ અને ખાંડ ન નાંખો. વાળમાં જ્યારે શેમ્પૂ કરવાનું હોય એ પહેલાં ચા બનાવીને તૈયાર રાખો. શેમ્પૂ કર્યા બાદ છેલ્લે નહાવાના પાણીમાં ચા ગાળીને નાંખી દો. આ પાણીથી વાળ ધોઈ લો. ચા વાળની ચમકને વધારે છે અને વાળને કલર આપે છે.

એપલ સાઇડર વિનેગર માસ્ક: નિસ્તેજ વાળમાં પ્રાણ ફૂંકવાનું કામ એપલ વિનેગર કરે છે. એક ટી સ્પૂન એપલ સાઇડર વિનેગર લો. એની સાથે ત્રણ ટીસ્પૂન ઓલિવ ઓઇલ અને ત્રણ ઇંડાંની સફેદી લો. આ ત્રણેયને બરાબર મિક્સ કરી લો. હવે તેને હેરમાં સારી રીતે એપ્લાય કરો, જેથી મૂળ સુધી પહોંચી જાય. પછી વાળને શાવર કેપથી કવર કરી લો. 45 મિનિટ પછી વાળમાં શેમ્પૂ કરી લો.

ઓલિવ ઓઇલ: ઓલિવ ઓઇલને નવશેકું ગરમ કરી આંગળીનાં ટેરવાં વડે વાળમાં લગાવો. ઓલિવ ઓઇલને વાળનાં મૂળમાં લગાવ્યા બાદ વાળને પ્લાસ્ટિક બેગથી કવર કરી લો. પછી ચારે બાજુ ટોવેલ લપેટી લો. વાળને 45 મિનિટ સુધી કવર રાખો પછી વાળમાં શેમ્પૂ કરી લો. મહિનામાં બે વખત આમ કરવાથી શુષ્ક વાળમાં નવચેતનાનો સંચાર થયો હોય એવું ફીલ કરશો.

ઍવકાડો: ઍવકાડોમાંથી બીજ કાઢી તેને મેશ કરી લો. એમાં એક ઇંડું ફેંટી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ભીના વાળમાં લગાવો. 25 મિનિટ પછી વાળ ધોઇ નાખો. જો તમારા વાળ સ્વસ્થ હોય તો મહિનામાં એક વખત અને વધુ પડતાં બરછટ હોય તો અઠવાડિયામાં એક વખત આ પેકનો ઉપયોગ કરો. વાળમાં સરસ રિઝલ્ટ મળશે. એવાકાડોમાં વિટામિન, ફેટી એસિડ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. જે વાળની ડ્રાયનેસને દૂર કરી ગ્લો આપશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો