Hair Care Tips: Multani Mitti Mask Is Very Beneficial For Hair
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માત્ર ચહેરા માટે જ નહિ, વાળ માટે પણ ફાયદાકારક છે મુલતાની માટી

માત્ર ચહેરા માટે જ નહિ, વાળ માટે પણ ફાયદાકારક છે મુલતાની માટી

 | 3:45 pm IST
  • Share

પોતાના વાળ સુંદર અને મજબૂત બને એ કોણ નથી ઇચ્છતું. આપણે આપણા વાળને ચમકદાર, મજબૂત અને લાંબા કરવા માટે ઘણા પ્રયોગો કરીએ છીએ. આપણે ઘણીવાર કેમિકલ્સવાળા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. આ કેમિકલ આધારિત પ્રોડક્ટ્સ વાળને જે-તે સમયે સારા તો બનાવે છે, પણ કેટલીકવાર તેની આડઅસર પણ જોવા મળે છે.

પોતાના વાળને આડઅસરોથી બનાવવા માટે ઘણા લોકો ઘરેલુ ઉપાયો પણ અજમાવે છે. તો આજે તમને જણાવી દઈએ કે મુલતાની માટી માત્ર સ્કિન માટે જ નહિ, પણ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે મુલતાની માટીનો હેર માસ્ક બનાવીને વાળમાં લગાવો તો વાળ મજબૂત થશે અને ચમકદાર દેખાશે.

વાળની સાર-સંભાળ માટે વાપરો મુલતાની માટીનો હેરપેક

જો તમારા વાળ ડ્રાય છે, તો એક ચમચી મુલતાની માટી લઈને એને અડધા કપ પાણીમાં આખી રાત પલાળીને રાખી મુકો. આ સવારે ફૂલી જશે, એટલે એમાં ત્રણ ચમચી ઘી અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો. આ તૈયાર થયેલા મિશ્રણને વાળમાં પાંથી પાડી-પાડીને સરખી રીતે લગાવો અને વાળના છેડા સુધી લગાવી લો. લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી એને પાણીથી ધોઈ લો. વાળમાંથી શુષ્કતા ઓછી થશે.

તમારા વાળ વધારે પડતા ઓઈલી હોય તો અડધો કપ મુલતાની માટીને એક વાટકી છાશમાં પલાળીને આખી રાત રાખી લો. આ સારી રીતે પલળી જાય એટલે તેને હલાવીને એક સરખી પેસ્ટ તૈયાર કરી લો. એમાં એક ચમચી આમળાનો પાવડર અને એક ચમચી શિકાકાઈ પાવડર મિક્સ કરી લો. આ પછી આ પેકને વાળમાં સારી રીતે લગાવી લો. લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી એને પાણીથી ધોઈ લો.

વાળમાં ખોડો છે તો ત્રણ ચમચી મુલતાની માટી લઈને તેને અડધા કપ પાણીમાં પલાળી લો. એક ચમચી મેથીના દાણાને પા કપ પાણી લઈને પલાળી લો. જયારે બંને પલળી જાય એટલે મેથીને પીસીને પેસ્ટ બનાવી લો. હવે માટીની પેટ્સમાં મેથીની પેસ્ટ અને એક ચમચી લીંબૂનો રસ પણ મિક્સ કરી લો. તેને વાળમાં સારી રીતે લગાવી લો. લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી એને પાણીથી ધોઈ લો.

વાળને સુંવાળા અને ચમકદાર બનાવવા માટે ચાર ચમચી મુલતાની માટી લઈને તેને અડધા કપ પાણીમાં પલાળી લો. પલળી જાય એટલે એમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબૂનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને વાળમાં સારી રીતે લગાવી લો. લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી એને પાણીથી ધોઈ લો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો