Hair care tips natural remedies to get rid of hair related problems
  • Home
  • Fashion & Beauty
  • વાળને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા અપનાવો આ કુદરતી ઉપાયો

વાળને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા અપનાવો આ કુદરતી ઉપાયો

 | 11:30 am IST
  • Share

આપણી આસપાસ અનેક એવી કુદરતી વસ્તુઓ છે. જેનો ઉપયોગ કરીને વાળને લગતી વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી વાળને હેલ્ધી બનાવી શકાય છે. વાળ ખરવા એક સામાન્ય સમસ્યા છે. દવાથી લઇને હોર્મોનલ અસંતુલન, આહારનું અસંતોલન અને કામના ભારણને કારણે અનુભવાતી તાણને લીધે આવું થતું હોય છે. વાળને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવવા કુદરતી રીતો અપનાવીએ.

ડુંગળીનો જ્યૂસ

વાળ વધારવા માટે ડુંગળીનો રસ અસરકારક છે. એમાં સલ્ફર હોય છે જે કોલેજન ઉત્પાદનને વધારે છે. એનાથી વાળ વધવામાં મદદ મળે છે અને નવા વાળ આવે છે. ડુંગળીને સમારી મિક્સરમાં ક્રશ કરી લો. ક્રશ કર્યા બાદ ગળણી કે કપડાં વડે ગાળીને તેનો રસ કાઢી લો. આ રસને વાળનાં મૂળમાં લગાવો. અડધો કલાક પછી વાળ માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો.  

નારિયેળનું દૂધ

નારિયેળનું દૂધ કુદરતી રીતે વાળને વધારવામાં મદદ કરે છે. એ આર્યન અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તાજા નારિયેળને ક્રશ કરીને એમાંથી નારિયેળનું દૂધ કાઢો. એમાં અડધું લીંબુ નીચવો, 4 ટીપાં એસેન્શિયલ લેવેન્ડર ઓઇલ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરીને સ્કૅલ્પ પર લગાવો. 4-5 કલાક વાળમાં લગાવ્યા બાદ વાળ ધોઈ નાંખો.  

એપલ વિનેગર  

એપલ વિનેગર સ્કૅલ્પને સ્વચ્છ કરે છે અને વાળના પીએચ સંતુલનને વધારે છે. વાળને ઝડપથી લાંબા કરવામાં મદદ કરે છે. શેમ્પૂથી હેર વોશ કર્યા બાદ બે ચમચી એપલ વિનેગર સાદા પાણીમાં મિક્સ કરીને વાળ ધોઈ લો. એનાથી વાળ ચમકદાર બનશે અને વાળમાં વૃદ્ધિ થશે.  

ઇંડાંનું માસ્ક

ઇંડાં સલ્ફર, ઝિંક, આર્યન, સેલેનિયમ, ફોસ્ફરસ અને આયોડિનથી ભરપૂર હોય છે. ઇંડાંનો માસ્ક બનાવવા એક વાટકીમાં ઇંડાંનો સફેદ ભાગ અલગ કરી લો. ઇંડાંના અંદરના ભાગમાં એક ચમચી જૈતુનનું તેલ અને મધ મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો. તૈયાર થયેલી પેસ્ટને વાળના સ્કૅલ્પમાં લગાવો. 20 મિનિટ સુધી આ પેક લગાવી રાખો. તેને પહેલાં ઠંડા પાણી અને પછી શેમ્પૂથી ધોઇ લો.  

મેથી

મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે. એક મોટી ચમચી મેથીના દાણાને મિક્સરમાં ક્રશ કરી લો. મેથીનો બારીક પાઉડર બની જાય એ પછી તેમાં પાણી નાંખી સ્મૂધ પેસ્ટ બનાવો. એમાં થોડું નારિયેળનું તેલ મિક્સ કરી, બરાબર હલાવો. તૈયાર થયેલી પેસ્ટને સ્કૅલ્પ અને વાળમાં લગાવો. અડધો કલાક પછી વાળ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો.  

ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે વાળને વધારવામાં અને વાળ ખરતા હોય તો તેને અટકાવવામાં મદદ કરે છે. તમારા સ્કૅલ્પમાં ગ્રીન ટી લગાવો અને તેને કલાક સુધી રહેવા દો. પછી સાદા પાણીથી વાળ ધોઇ લો.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો