NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4150 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વાળમાં કલર કરાવતાં પહેલાં રાખો 3 વાતોનું ખાસ ધ્યાન

વાળમાં કલર કરાવતાં પહેલાં રાખો 3 વાતોનું ખાસ ધ્યાન

 | 4:20 pm IST

લાંબા અને સારા વાળ હોવાથી તમારા વ્યક્તિત્વમાં બહુ ફેર પડે છે. જો વાળને હાઇલાઇટ કરવામાં આવે તો પણ વાળ જોવામાં બહુ જ સુંદર લાગે છે. પણ વાળમાં કલર કરાવતા પહેલાં વાળના પ્રકારને ઓળખો અને પછી જ સ્કીન ટોન મુજબ કલરની પસંદગી કરો.

1. તમારી સ્કિન ટોન ઉપર બધા જ પ્રકારના કલર સારા નહીં લાગે. વાળમાં કલર કરાવતા પહેલાં હેર કલર્સનાં સેમ્પલ લગાવીને ચોક્કસ જોઈ લો. તમે ઇચ્છો તો વિગ સ્ટોરમાં જઈને પણ અલગ-અલગ રંગોની વિગ ટ્રાય કરી શકો છો. તમારા ડ્રેસીંગને પણ ખ્યાલમાં રાખજો.
2. કલર કરાવ્યા બાદ વાળની વધુ સંભાળ જરૂરી બને છે. વાળમાં કલર કરાવ્યા બાદ તમારે ધ્યાનપૂર્વક વાળમાં શેમ્પૂ કરવું જોઈએ. કેટલાક દિવસો પછી જ્યારે કલર ઊતરવાનું શરૂ થાય ત્યારે પણ તમારે વિશેષ સંભાળની જરૂર પડશે. વાળમાં કલર કરાવ્યા બાદ તમારે સ્પેશિયલ ફોર્મ્યૂલાવાળાં શેમ્પૂ, જે કલરવાળા વાળ માટે છે તે જ વાપરવાં જોઈએ.
3. વાળમાં કલર કરાવવાથી તે ડ્રાય થઇ જાય છે. કેટલાંક કિસ્સામાં કલર કરાવ્યા બાદ વાળ તૂટવાનું પણ શરૂ થઈ જાય છે. સારું રહેશે કે તમે એક્સપર્ટની સલાહ લઈને તમારા વાળમાં કલર કરાવો. પ્રોફેશનલની મદદ લો.