વાળને રંગો અનેક રંગે - Sandesh

વાળને રંગો અનેક રંગે

 | 4:56 am IST

મેકઓવર : શહનાઝ હુસૈન

ટ્રેન્ડ બદલાતા માથાના વાળથી લઈને પગના નેઈલ કલર સુધીની અનેક ફેશન આવતી રહે છે. હાલમાં યુવતીઓમાં અવનવા હેરકટની સાથે અમુક લટમાં લાલ, સોનેરી, વાદળી, જાંબલી જેવા કલર કરવાની ફેશન ચાલી છે. વાળમાં આવા બ્રાઈટ હેરકલર કરવાની હાલમાં ફેશન ચાલી રહી છે. બ્રાઈટ હેરકલર કેવી રીતે કરવાથી વાળમાં નિખાર આવે તે અંગે થોડી ટિપ્સ જાણીએ.

જો તમારા વાળ કથ્થઈ કે ચોકલેટ રંગના હોય તો તમે તમારા વાળની થોડી લટ રેડ અથવા તો બ્લોન્ડ (ભૂરા રંગની) કરી શકો છો. તેમજ જો તમે વાળ પર કોઈ જ પ્રકારનો કલર કરવા ઈચ્છતાં નથી તો તમે માર્કેટમાં રેડીમેઈડ હેર સ્ટ્રિપ્સ અનેક કલરમાં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

શેડેડ હેર કલર  

વાળ એ વ્યક્તિની આભા છે. તમારા વ્યક્તિત્વમાં સૌથી મોટો ભાગ તમારા વાળ ભજવે છે, જેથી થોડા થોડા સમયે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લઈ આવવા માટે પણ હેરસ્ટાઈલ અને હેરકટ બદલતાં રહેવાં જોઈએ. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના હેર કલર ઉપલબ્ધ છે. જેના ઉપયોગ વડે પણ તમે તમારા વાળને આકર્ષક લૂક આપી શકો છો. હાલમાં શેડેડ હેર કલર ઈન ડિમાન્ડ છે. જેમાં વાળના રૂટમાં ડાર્ક કલરની પસંદગી કરાઈ છે અને વાળના એન્ડ પોઈન્ટમાં લાઈટ કલર કરવામાં આવે છે. જો તમે બ્રાઉન કે ડાર્ક ચોકલેટ કલર વાળના ઉપરના ભાગ માટે પસંદ કરી શકો છો તો વાળના એન્ડ પોઈન્ટ પર લાઈટ બ્રાઉન કલર કરી શકો છો. તેમજ બેઝિક બ્રાઉન કલર સિવાય તમે બ્રાઈટ કલર પણ ઉપયોગમાં લઈ શકો છો, જેમાં બર્ગન્ડી કલર સાથે લાઈટ શેડમાં પર્પલ કરી શકાય છે.

જુદા-જુદા રંગની સ્ટ્રીકસનો ઉપયોગ  

બ્લોન્ડ, ગોલ્ડન અને પ્લેટિનમની જગ્યાએ તમે પિન્ક, વાયોલેટ, ગ્રીન અને ઓરેન્જ કલરની સ્ટ્રીપ્સ પણ કરાવી શકો છો. આપણી ઈન્ડિયન સ્કિન પર સોનેરી, ભૂરા કે પ્લેટિનમ રંગની જગ્યાએ બ્રાઈટ રંગની સ્ટ્રીપ્સ વધુ સારી લાગે છે. તેમાં પણ તમે વાળની અમુક લટને મલ્ટિ કલર કરી શકો છો.

વાળના જતન માટે આટલું કરો  

માથાના વધેલા વાળ એ ખરેખર તો શરીરનો ડેડ પાર્ટ છે, પણ તેની કાળજી રાખવામાં ન આવે તો વાળની બ્રાઈટનેસ ઓછી થઈ જાય છે અથવા તો વાળ અકાળે ખરવા લાગે છે. સામાન્ય રીતે વાળને કલર કરો તો હેરવોશ કર્યા બાદ તેને કન્ડિશનર કરવું તેમજ હેર સીરમનો ઉપયોગ પણ કરવો, જેથી વાળ ખરાબ થાય નહીં અને વાળ પર કરવામાં આવેલો કલર લાંબા સમય સુધી ટકી રહે. હંમેશાં માઈલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો અને પાણીથી સારા પ્રમાણમાં ધોવા. વાળને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર જ ધોવાનું રાખો. રેગ્યુલર હેર ઓઈલ કરો. તડકામાં નીકળવાનું થાય ત્યારે વાળને દુપટ્ટાથી કવર કરી લો. શક્ય તેટલો હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળવું તેમજ પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન