Fashion Beauty tips hair fall and white hair can be caused of sunlight
  • Home
  • Fashion & Beauty
  • તડકાંથી વાળ ઉતરવાની સાથે થઈ જાય છે સફેદ, બચવા માટે કરો આ ઉપાય

તડકાંથી વાળ ઉતરવાની સાથે થઈ જાય છે સફેદ, બચવા માટે કરો આ ઉપાય

 | 2:20 pm IST

જો તમે વિચારી રહ્યો છો કે તડકો માત્ર તમારી ત્વચાને જ નુકસાન પહોંચાડે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. ગરમીના કારણે પડી રહેલા ધોમધખતો તાપ તમારા વાળને પણ નુકસાન પહોંચાડે છે. એટલું જ નહી, તડકાંના કારણે વાળ ખરી પડવા, તુટી જવા, સફેદ થઈ જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે આપણે જાણીશું ગરમીથી થયેલા નુકસાનથી વાળને કેવી રીતે બચાવીશું.

કેવી રીતે નુકસાન કરે છે તડકો?

વાત જાણે એમ છે કે શરીરમાં મેલાનિન નામનું તત્વ બને છે, જે સ્કીનને ગ્લોઈંગ કરી વાળને કાળા અને મજબુત બનાવે છે. જો તડકે વધારે સમય રહેવામાં આવે તો મેલાનિન નષ્ટ થઈ જાય છે, જેનાથી તમારા વાળ ખરવા લાગે છે અને સફેદ થવાની સમસ્યા પણ થાય છે.

પરસેવો છે મુખ્ય કારણ

ગરમીમાં આકરા તડકામાં સ્કેલ્પમાં પરસેવો થાય છે. બહારથી આવીને માથું ધોવાતુ ન હોવાથી પરસેવો વાળના મુળમાં જ સુકાય જાય છે. પરસેવાથી સોડિયમ, ઝીંક, મૈંગ્નેશિયમ અને એમોનિયા થાય છે જે વાળના મુળને કમજોર કરી નાંખે છે.

વાળને અકાળે સફેદ કરે છે તડકો

શરીરમાં બનનાર મેલાનિન તત્વના કારણે વાળ કાળા રહે છે અને તડકો ધીમે ધીમે વાળને સફેદ કરવા લાગશે.

ખોડો અને ગંદકી

સ્કેલ્પ પર પરસેવો થવાથી ધૂળ, માટી અને પ્રદૂષણના કણો વાળના મુળમાં જમા થવાથી માથામા ગંદકી અને ખોડો થાય છે.

આ રીતે કરો વાળની દેખભાળ

ગરમીની મૌસમમાં ત્વચાની સાથે સાથે વાળની ખાસ સારસંભાળ રાખવાની જરૂર પડે છે. જો તમે વાળની કાળજી નહીં રાખો તો તમને ખુબજ નુકસાન થશે. ગરમીમાં કે તડકામાં બહાર નીકળતી વખતે ટોપીનો ઉપયોગ કરો સાથે છત્રી રાખો જેનાથી તમારી ત્વચા અને વાળને તડકાથી રક્ષણ મળશે.

બહારથી ઘરે જાઓ ત્યારે વાળમાં જો પરસેવો હોય તો તેને સાફ કરી લો. દિવસમાં ઓછામાં ઓછા 8-9 ગ્લાસ પાણી પીઓ. અઠવાડિયામાં બે ત્રણ વાર શેમ્પુ કરો. વાળમાં કંડીશનર કરવાનું ન ભૂલો. અઠવાડિયામાં બે વાર તેલથી વાળમાં મસાજ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન