વાળની સમસ્યાને દૂર કરવા કરો દરરોજ ખાવ આ 5 વસ્તુ - Sandesh
NIFTY 10,542.85 -22.45  |  SENSEX 34,366.75 +-60.54  |  USD 66.0250 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વાળની સમસ્યાને દૂર કરવા કરો દરરોજ ખાવ આ 5 વસ્તુ

વાળની સમસ્યાને દૂર કરવા કરો દરરોજ ખાવ આ 5 વસ્તુ

 | 8:48 pm IST

લાંબા અને કાળા વાળ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા, મુલાયમ અને ચમકદાર હોય પરંતુ વાળની જાળવણી રાખવી સરળ નથી. લાંબા વાળ માટે ખાવા-પીવાનું અને તેની જાળવણી કરવી પણ જરૂરી છે જેથી વાળને બરાબર પોષણ મળે પરંતુ આજકાલની જીવનશૈલીને જોતા વાળની દેખભાળ રાખવી થોડી મુશ્કેલ છે. તેવામાં પોતાની ડાયટને ધ્યાનમાં રાખીને વાળને સુંદર અને મુલાયમ બનાવી શકાય છે. આજે અમે તમને કેટલીક ખાવાની વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમારા વાળ લાંબા અને કાળા રહેશે.

1. લસણ :

લસણ ખાવાથી અથવા તેને વાળમાં લગાવવાથી વાળ જલ્દી વધશે. દરરોજ 4-5 લસણની કળી ખાવાથી વાળની ચમક વધશે અને સાથે લાંબા પણ થશે.
તમે લસણની કળીનો રસ પણ લગાવી શકો છો.

2. સીતાફળ :

સીતાફળ શરીરનો પોષણ આપે છે. તે એક એવું ફળ છે જેને ખાવાથી થોડાક જ દિવસમાં વાળ વધવા લાગે છે. તમે ઈચ્છો તો સીતાફળના પાન અને બીજને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી શકો છો. સપ્તાહમાં 2 વાર આ પેક લગાવવાથી વાળ ઉતરવાનું બંધ થઈ જશે.

3. આંબળા :

આંબળા અને મહેંદીને મિક્સ કરીને તેને આખી રાત પલાડી રાખો. સવારે આ પાણીથી વાળને ધોવા. તેનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ થઈ જશે.

4. કેરી :

કેરી ખાવામાં ટેસ્ટી હોય છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. કેરી જ નહી પણ તેનો ગર પણ બહુ લાભકારક હોય છે. કેરી અને આંબળાના બીજને ક્રશ કરીને એક પેસ્ટ બનાવી. આ પેસ્ટને લગાવવાથી વાળનો ગ્રોથ પણ વધશે.

5. કાકડી :

જે લોકોના વાળ ઓછા હોય અથવા ટાલ પડી ગઈ હોય તો તે લોકો માટે કાકડી ફાયદાકારક છે. દરરોજ કાકડી ખાવાથી વાળ ઉતરવાની સમસ્યાથી છૂટકારો મળશે. કાકડીના રસમાં ગાજર અને પાલકનું પાણી મિક્સ કરીને પીવાથી વાળ લાંબા થશે.